આણંદમાં રોડ પર પાકિસ્તાનનો વિશાળ ધ્વજ દોર્યો, લોકોએ વ્યક્ત કર્યો આક્રોશ
, ગુરુવાર, 4 મે 2017 (14:24 IST)
પાકિસ્તાને તેના સૈનિકોનો મોતનો બદલો લેવા ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો જેમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે ભારતીય જવાનોના માથા કાપી નાખ્યા હતાં. જેના કારણે ગુજરાત સહિત ભારતભરમાં પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે બુધવાર રાત્રે આણંદની ગ્રીડ ચોકડી વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો જેના કારણે સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી છે જેની તપાસ શરૂ છે. જ્યારે પોલીસે રોડ પર દોરવામાં આવેલ પાકિસ્તાનના ધ્વજ પર ચુનાનો કૂચડો ફેરવી દીધો હતો. આણંદમાં આવેલ ગ્રીડ ચોકડી વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો હતો જેને લઈ ચકચાર મચી જવા પામી હતી. પોલીસે તાબડતોબ પહોંચીને પાકિસ્તાની ધ્વજ પર ચુનાનો કૂચડો ફેરવ્યો હતો.
આગળનો લેખ