Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરોડા પાટીયા હત્યાકાંડ કેસની અપીલમાં ડૉ.માયાબેન કોડનાની અરજી પરનો ચુકાદો અનામત

નરોડા પાટીયા હત્યાકાંડ કેસની અપીલમાં  ડૉ.માયાબેન કોડનાની અરજી પરનો ચુકાદો અનામત
, બુધવાર, 26 એપ્રિલ 2017 (13:21 IST)
નરોડા પાટીયા હત્યાકાંડ કેસની અપીલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત આઠ આરોપીઓને તપાસવાની માગણી કરતી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થતાં તેના પરનો ચુકાદો અનામત રખાયો છે અને ૧લી મે ના રોજ જાહેર થાય તેવી શક્યતા છે. ૨૦૦૨ ના ગોધરાકાંડ બાદના કોમી તોફાનોમાં નરોડા પાટીયા ખાતે સર્જાયેલા હત્યાકાંડમાં ભાજપના તત્કાલિન મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી માયાબેન કોડનાનીને ૨૮ વર્ષની સજા થઇ છે અને આ સજા સામે તેમણે હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ અપીલની સુનાવણી દરમ્યાન તેમણે અરજી કરીને માગણી કરી છે કે અમિત શાહ સહિત આઠ સાક્ષીઓને આ કેસમાં તપાસવા જોઇએ જેથી સાચી હકીકત કોર્ટના ધ્યાનમાં આવે. હાઇકોર્ટ આવો વધારાનો પુરાવો લેવાની સત્તા ધરાવે છે. ન્યાયના હિતમાં આ સાક્ષીઓને તપાસવા જોઇએ. હાઇકોર્ટે આ અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લો બોલો! ડાંગ જિલ્લામાં ઇલે.રમકડા ઉપર પ્રતિબંધ