Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દ્વારકાધીશ મંદિરે શિશ જુકાવતા નેપાળના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બીધ્યાદેવી ભંડારી

દ્વારકાધીશ મંદિરે શિશ જુકાવતા નેપાળના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બીધ્યાદેવી ભંડારી
, ગુરુવાર, 20 એપ્રિલ 2017 (12:38 IST)
ભારત વિશાળ દેશની શૃંખલામાં આવે છે અને અહી ટુરીઝમની સાથે સાથે ધાર્મીક આસ્‍થાના હેરીટેજ મંદિર આવેલ છે. માન.વડાપ્રધાન ની પ્રબળ ઇચ્‍છા છે કે અન્‍ય દેશના લોકો ભારતની મુલાકાત લે, તેઓએ અનેક દેશની મુલાકાતે ભારતની ગરીમા વધારી છે. તેના આવા પ્રયાસના ભાગ ની ફળશ્રુતિ ને કારણે અનેક દેશના ડેલીગેટે ભારતના સ્‍થળોની મુલાકાતે પધારી ભારતનું અભિમાન વધારી રહયા છે. આવાજ એક ફળશ્રુતિ અને આસ્‍થાને કારણે નેપાળના પ્રથમ મહિલા રાષ્‍ટ્રપ્રમુખ શિશ જુકાવવા તેમજ ધવ્જા ચડાવવા માટે દ્વારકા ખાતે પધાર્યા હતા, સોમનાથ ખાતે  પુજન વિધિ કરી હવાઇ માર્ગે તેઓ દ્વારકા ખાતે પહોચ્‍યા હતા.

શારદાપીઠમા ધવ્જાની પુજન વિધિ કર્યા બાદ દ્રારકાધીશના મંદિરમાં પુજાવિધિકરી શીશ જુકાવી ધન્‍યાતા પ્રાપ્‍ત કરી હતી. આ પુજન વિધી સમયે તેમની સાથે ગુજરાત રાજય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા જોડાયા હતા.  નેપાળના શાંતિ તથા પૂનઃનિર્માણ કેબીનેટ મંત્રીએ ખુબજ ભાવુકતા સાથે જણાવ્‍યું કે ભારતમાં આવવા નો ખુબજ આનંદ છે સાથે-સાથે સોમનાથ દાદા તેમજ દ્વારકાધીશના દર્શનથી ધન્‍યતા અનુભવું છું તેમણે વધુમાં જણાવ્‍યું કે અહી’ના લોકો ખુબજ પ્રેમાળ અને લાગણી શીલ છે. નેપાળના ડેલીગેટ અને રાષ્‍ટ્રપ્રમુખ બીધ્યાદેવી ભંડારીના પુત્રી ઉષા કીરણ, પાર્લામેન્‍ટના મેમ્‍બરશ્રી લક્ષ્‍મી પાસવાન, કીરણયાદવ, સીતા નેપાલી, મનુજકુમારી, માંજીમંત્રી ચંદન ચોધરી, જુલી કુમારી સહિતનાઓનુ હેલીપેડ ખાતે દ્વારકાના ધારાસભ્‍ય પબુભા માણેક, નગરપાલિકાના પ્રમુખ નીલાબેન ઉપાધ્‍યાય, કલેકટરશ્રી એચ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી આર.આર.રાવલ, જિલ્‍લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા દ્રારા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતુ. 

દ્વારકાધીશ મંદિર ખાતે દેવસ્‍થાન સમિતીના ઉપાધ્‍યક્ષ ધનરાજભાઇ નથવાણી, યાત્રા ધામ વિકાસ બોર્ડના ડાયરેકટર રમેશભાઇ હેરમા, શહેર ભાજપ પ્રમુખ પરેશ જાખરીયા, ભાજપ અગ્રણી હરીભાઇ આધુનિક, ઇશ્વરભાઇ ઝાખરીયા, પાંત અધિકારી ભાવિન સાગર દ્વારા નેપાળના રાષ્‍ટ્ર પ્રમુખશ્રીનું શાલ ઓઢાળી તેમજ મોમેન્‍ટો આપી સ્‍વાગત કરાયુ હતુ. સમગ્ર પુજાવિધિ કાર્યક્રમ દરમ્યાન જિલ્‍લા પોલીસ વડા આર.જે. પારગી, દેવસ્‍થાન  કચેરીના અભિલાષ પારધી સહિતનો સ્‍ટાફ  ઉપસ્‍થિત રહયો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેરેના વિલિયમ્સ પ્રેગનેંટ, સ્વિમ સૂટમાં ફોટો શેયર કરીને લખ્યુ '20 સપ્તાહ'