Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૂનાગઢ સક્કરબાગની માદા વરુને સંરક્ષણ પ્રોજેક્ટની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાશે

જૂનાગઢ સક્કરબાગની માદા વરુને સંરક્ષણ પ્રોજેક્ટની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાશે
, મંગળવાર, 4 એપ્રિલ 2017 (11:41 IST)
અપંગ અવસ્થામાં જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં સંવનન બાદ બચ્ચાને જન્મ આપનાર માદા વરૃ દિવ્યાંગીને વરૃ સંરક્ષણ અને સંવર્ધન યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના પ્રયાસો શરૃ કરવામાં આવ્યા છે. અગાઉ ઘુડખર અભયારણ્યના બજાણા વિસ્તારમાં વસવાટ કરતી અને અકસ્માતમાં આગળનો જમણો પગ ગુમાવનાર માદા વરૃ દિવ્યાંગીને વર્ષ ર૦૧પ માં જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં સારવાર માટે લાવવામાં આવી હતી. આગળના ડાબા પગમાં પણ ફ્રેક્ચરની સારવાર બાદ પગ ટૂંકો થઈ ગયો હતો.

બાદમાં આખા શરીરનું વજન આ પગ ઉપર આવવાથી વળી ગયો હતો. એક સમયે ઘુડખર અભયારણ્યમાં આ વરૃ તેના ગૃપની મુખિયા હતી. સામાન્ય અવસ્થામાં પાંચથી સાતના ગૃપમાં રહેતી વરૃની પ્રજાતિમાં ગૃપની મુખિયા વરૃ જ પ્રજાજનનો એકાધિકાર ભોગવતી હોય છે. પરિણામે આ માદા વરૃ અગાઉ બે વખત બચ્ચાઓને જન્મ આપી ચૂકી હતી. ગૃપની મુખિયા હોવાના કારણે ખુબ જ ઉગ્ર સ્વભાવની આ માદા વરૃનું નામ સક્કરબાગ ઝૂ માં દિવ્યાંગી પાડવામાં આવ્યું હતું. શારીરિક અપંગતાના કારણે હવે તેણી માટે પ્રજનન ખુબ જ મૂશ્કેલ હતું. દરમિયાનમાં સક્કરબાગ ઝૂ ના સત્તાધિશો દ્વારા જુદા જુદા નર વરૃ સાથે તેણીની જોડી બનાવીને પ્રજનનના પ્રયાસો શરૃ કરાયા હતાં. જેમાં આખરે સફળતા મળી મૈસુર ઝૂ માંથી લાવવામાં આવેલા પ્રતાપ નામના વરૃ સાથેના સંવનનથી ગર્ભવતી થયેલી દિવ્યાંગીએ ગત તા.ર૪ જાન્યુઆરીના રોજ બચ્ચાને જન્મ આપ્યો હતો. જેનું નામ દિપક રાખવામાં આવ્યું હતું. સક્કરબાગના ઝૂ ના સત્તાધિશો દ્વારા ખાડો ખોદી તેમાં પાઈપ ગોઠવીને બખોલ જેવું કૃત્રિમ રહેંઠાણ દિવ્યાંગી માટે બનાવવામાં આવ્યું હતું. સીસીટીવી કેમેરા ગોઠવી દિવ્યાંગી અને દિપકનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મૂશ્કેલીઓ વચ્ચે સંવનન બાદ બચ્ચાને જન્મ આપનાર દિવ્યાંગીને લુપ્ત થતી થતી વરૃની પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટેની વિશેષ યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વલસાડમાં પ્રેમી પંખીડાના પ્રેમાલાપથી કોમી તોફાન, બે ઈજાગ્રસ્ત