Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માંડવીની વિદ્યાર્થીની રશિયામાં દોઢ મહિનાની વેદના વેઠી વતન પરત ફરી

માંડવીની વિદ્યાર્થીની રશિયામાં દોઢ મહિનાની વેદના વેઠી વતન પરત ફરી
, શનિવાર, 25 માર્ચ 2017 (12:09 IST)
સામાન્ય પરિવારમાં જન્મેલી દિકરીને ડોક્ટર બનાવવા માટે પિતાએ અથાક મહેનતથી રશિયા મોકલી હતી. રશિયામાં તે એક ગંભીર બિમારીમાં સપડાય છે ત્યારે રશિયાની સરકારે તેને પરત આવવા માટે રજા નહીં આપતાં પરિવાર પર આભ ફાટી નિકળ્યું હતું, ત્યારે આ બાબતની જાણ કચ્છના સાંસદ પ્રભુભાઈ વસાવાને થતાં તેમણે માત્ર ત્રણ દિવસમાં દિકરીને તેના પરિવારનો ભેટો કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે માંડવી તાલુકાના તરસાડીના ખુર્દના રહીશ બિપીનભાઈ વસાવાના લગ્નજીવનમાં એક દીકરી તેજલના જન્મ પછી 15 મહિના બાદ એમની પત્ની મૃત્યુ પામે છે. એમના પર જાણે આભ તૂટી પડ્યું હતું. પરંતુ દીકરીએ જાણે જીવવાનું જોમ આપ્યું અને સામાન્ય ખેતી તથા પશુપાલન સાથે દીકરીને ભણાવવાનું શરૂ કર્યુ અને દીકરી તેજલ ધોરણ 5માં અભ્યાસ કરતી ત્યારથી જ નક્કી કર્યુ કે અને ડોક્ટર બનાવવી છે. ત્યારબાદ બરોડા અને વિદ્યાનગર માધ્યમિક ઉચ્ચતર માદ્યમિકનું શિક્ષણ આપી ત્યારબાદ બેંકમાંથી 10 લાખની લોન લઈ રશિયા એમબીબીએસના અભ્યાસ માટે મોકલી હતી.  પહેલા વર્ષમાં સારા પરિણામ બાદ બીજા વર્ષમાં તેજલ બીમારીમાં સપડાયા હતી. રશિયા ખાતે 26 દિવસ નિમોનીયાની સારવાર લીધી હતી. ત્યારબાદ અન્ય હોસ્પિટલમાં 18 દિવસ ટીબીની સારવાર ચાલી પરંતુ આ સમય દરમિયાન પરિવાજનોમાં જીવ પડીકે બંધાયા એનું કરવું શું? પરંતુ સાસંદ પ્રભુભાઈ વસાવાને ખબર પડતાં જ અંગત રસ લઈ રશિયાથી તાત્કાલિક રજા આપી પોતાના વતન સુધી પહોંચાડી દીધી હતી. સાંસદ પ્રભુભાઈએ પોતાના ખર્ચે રશિયાથી દિલ્હી અને દિલ્હીથી માંડવી તરસાડાના ખુર્દ ગામ સુધી સહી સલામત દીકરીને પહોંચાડતાં પરિવારજનો ભાવ વિભોર બની ગયા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં પાંચ વર્ષમાં 91 ખેડૂતોની આત્મહત્યા, જ્યારે બે વર્ષમાં 39 ગેંગરેપની ઘટનાઓ થઈ