Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંધી બાદ રૂપિયાની હેરાફેરી કરવાના આરોપસર અમદાવાદમાં બે IPS અધિકારીઓની અટકાયત કરાઈ,

નોટબંધી બાદ રૂપિયાની હેરાફેરી કરવાના આરોપસર અમદાવાદમાં બે IPS અધિકારીઓની અટકાયત કરાઈ,
, સોમવાર, 20 માર્ચ 2017 (15:47 IST)
નોટબંધી બાદ લોકો આખો દિવસ લાઇનોમાં ઊભા રહીને પોતના પરસેવાના રૂ.500 અને રૂ.1000ની નોટો બદલાવી હતી. જોકે, અમદાવાદમાં નોટબંધી બાદ રૂપિયાની હેરાફેરી કરવાના આરોપસર બે આઇપીએસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આઈપીએસ અધિકારીઓ ઉપર આરોપ છે કે લોકોના આધાર પુરાવા લઈ પોતાના રૂપિયા બદલાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં નોટ બદલવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા છે. પોસ્ટલના વિજિલન્સ ઓફિસર મંજુલા પટેલ દ્વાર શરૂઆતના તબક્કાની તપાસ કરવામાં આવી હતી. જોકે, આ તપસામાં પ્રારંભિક રૂ.18 લાખની હેરફેર બહાર ખુલતાં સમગ્ર મામલો સીબીઆઈ સુધી પહોંચ્યો હતો. સીબીઆઈના હાથમાં આ કેસ આવતા ચાર અધિકારીઓ સામે ગુનો નોંધાયો હતો. સીબીઆઈ દ્વારા પૂછપરછ કરતા આશરે રૂ.2 કરોડ કરતા વણ વધુની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોસ્ટ ઓફિસમાં કથિત હેરાફેરીમાં બે આઈપીએસના નામ ખુલ્યાં હતા. જેમાં આઈપીએસ મનોજ કુમાર અને સંજય અખાડેની અટકાયત કરવા આવી હતી. જોકે આ બંને આઈપીએસ અધિકારીઓ પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. તપાસમાં મનોજ કુમારની કચેરીમાંથી રૂ.1.57 લાખ અને ઘરેથી રૂ.1.08 લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ અધિકારીઓના અંગત ઉપયોગમાં લેવાતા લેપટોપ પણ કબ્જે કરવામાં આવ્યા છે. અત્યારે આ બંને અધિકારીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. આ ઉપરાંત મનોજ કુમારની કચેરીને પણ સીલ મારવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રવિવારે ગાંધીનગરમાં યોજાનાર કેજરીવાલના કાર્યક્રમને હજુ સુધી તંત્રની મંજૂરી મળી નથી