Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું વરસાદ નવરાત્રીની છેલ્લી માઝમ રાત બગાડશે કે ખેલૈયાઓને મોજ કરાવશે?

શું વરસાદ નવરાત્રીની છેલ્લી માઝમ રાત બગાડશે કે ખેલૈયાઓને મોજ કરાવશે?
, સોમવાર, 7 ઑક્ટોબર 2019 (12:21 IST)
હવામાન વિભાગે આગાહી કરી હતી કે 10 ઓક્ટોબરનાં રોજ રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. તે પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે હજી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નવરાત્રીનાં છેલ્લા દિવસોમાં મેઘરાજા ખેલૈયાનાં રંગમાં ભંગ કરી શકે છે. રાજ્યમાં બે દિવસ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ તથા તેની આસપાસનાં વિસ્તારોમાં વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં વરસાદી માહોલ સર્જાવવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં વરસાદી માહોલ સર્જાવવાની આગાહી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં ગઇકાલે બપોર બાદ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. કુંકાવાવમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ જ્યારે કેશોદના વાડી વિસ્તારમાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું. આ સાથે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં ગઇકાલે બપોર બાદ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. કુંકાવાવમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ જ્યારે કેશોદના વાડી વિસ્તારમાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું. આ સાથે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. રવિવારે સાંજે ભરૂચ અને અંક્લેશ્વર સહિત જિલ્લાના કેટલાંય વિસ્તારોમાં સાંજે માત્ર બે જ કલાકમાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે ભરૂચ અને અંક્લેશ્વરના ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાતાં આયોજકોને ગરબા રદ કરવાની ફરજ પડી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદની સદુમાની પોળમાં પુરુષો બંગડી અને સાડી પહેરીને ગરબો રમે છે