વરિષ્ઠ નાગરિકોની મદદ માટે દેશની પહેલી એલ્ડર લાઈનની શરૂઆત, 14567 પર કોલ કરીને લઈ શકો છો મદદ
, બુધવાર, 1 ડિસેમ્બર 2021 (15:12 IST)
National Helpline number for Senior Citizen: દેશમાં સીનિયર સિટીઝનની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે દેશની પહેલી ઓલ ઈંડિયા ટોલ ફ્રી હેલ્પલાઈન 14567 રજુ કરી છે. તેનુ નામ એલ્ડર લાઈન રાખવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ હેલ્પલાઈન દ્વારા વરિષ્ઠ નાગરિક હવે પોતાની પેશન સાથે સંબંધિત માહિતી અને કાયદા મામલા પર માહિતી લઈ શકશે. આ સાથે જ તે ઘરમાં થનારા દુર્વ્યવ્હારના મામલે પણ મદદ લઈ શકશે. આ બેસહારા વડીલો માટે પણ એક મદદનુ સાધન બનશે.
આ હેલ્પલાઈન દ્વારા સરકારનો હેતુ છે કે તે બધા સીનિયર સિટીજનની મદદ કરી શકે અને તેમના મનની ચિંતાઓ દૂર કરી શકે. આ સાથે જ તેમના જીવન સાથે જોડાયેલ દરેક નાની મોટી પરેશાનીનો ઉકેલ લાવી શકાય
ટાટા ટ્રસ્ટે શરૂ કરી હતી હેલ્પલાઈન
ઉલ્લેખનીય છે કે દેશમાં આ હેલ્પલાઈનની શરૂઆત સૌથી પહેલા ટાટા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષ 2017માં તેલંગાના સરકારની મદદથી શરૂ કરવામાં આવે છે. તેમા હૈદરાબાદની વિજયવાહિની ચેરિટેબલ ફાઉંડેશને પણ પોતાનો સહયોગ આપ્યો છે. આ હેલ્પલાઈનની તેલંગાનામાં સફળતા જોતા હવે તેને દેશના 17 રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા 4 મહિનામાં આ હેલ્પલાઈન પર 2 લાખથી વધુ કૉલ મળ્યા છે અને 30000 થી વધુ સીનિયર સિટીજનની મદદ કરવામાં આવી છે. તેમા 23 ટકા લોકો ની ફરિયાદ પેશન સાથે સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે એક રિપોર્ટ મુજબ દેશમાં 2050 સુધી વડીલોની વસ્તી 20 ટકા થઈ જશે. આ આયુ વર્ગના લોકોમાં અનેક પ્રકારની પરેશાનીઓ જોવા મળી. તેમા શારીરિક પરેશાનીથી લઈને માનસિક, ભાવનાત્મક અને કાયદાકીય પરેશાનીઓનો સમાવેશ છે. આ હેલ્પલાઈન દ્વારા કોરોના મહામારીના આ સમયમાં સીનિયર સિટીજનની સારી મદદ આપવાનુ લક્ષ્ય મુકવામાં આવ્યુ છે.
ટોલ ફ્રી નંબર 14567
કાર્યનો સમય સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી
કાર્ય માટે દિવસ - અઠવાડિયાના સાતેય દિવસ
વરિષ્ઠ નાગરિકો માટે નિમ્નલિખિત સેવાઓ
1. માહિતી- ડોકટરો, હોસ્પિટલો, વૃદ્ધાશ્રમો અને પ્રવૃત્તિ કેન્દ્રો વગેરે.
2. માર્ગદર્શન- કાનૂની, સાચવણી અધિનિયમ સંબંધિત, પેન્શન સંબંધિત પ્રશ્નો
3. સપોર્ટ- જીવન, ચિંતા, રિલેશનશિપ મેનેજમેન્ટ અને ઈમોશનલ સપોર્ટ
4. હસ્તક્ષેપ - પ્રત્યક્ષ (વડીલ દુર્વ્યવહારને સંબોધિત કરવું અને બેઘર અને ત્યજી દેવાયેલા વૃદ્ધોને બચાવવું) અને પરોક્ષ (ઇકોસિસ્ટમનું નિર્માણ)
આગળનો લેખ