Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંકલેશ્વરમાં નર્મદાના પાણી ફરી વળ્યાં, મકાનોમાં પહેલા માળ સુધી પાણી

Water up to first floor in houses
, સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (13:26 IST)
Water up to first floor in houses
ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં તારાજી સર્જાઈ છે. નર્મદા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું હોવાથી નદી હાલમાં ઐતિહાસિક 41 ફૂટની સપાટીએ પહોંચી છે. જેના કારણે નદી કિનારાના ગામોમાં પાણી ફરી વળ્યું છે.

અંકલેશ્વરના છાપરા, બોરભાઠા બેટ, કાશિયા, સરફુદીન, ખાલપિયા ગામમાં પાણી ફરી વળ્યાં છે. જ્યારે અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ પહેલા માળ સુધી નર્મદા નદીનાં પાણી પહોંચ્યાં છે. જેના કારણે હજારો લોકોના જનજીવન પર અસર પહોંચી છે. જેથી મકાનોમાં ફસાયેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તંત્ર પણ દિવસ-રાત ખડે પગે રહીને લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઔરંગાબાદમાં કુદરતનો કહેર: વીજળી પડવાથી 6 લોકોના મોત, 3 અન્ય ઘાયલ