Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 મહિનાથી અંબાણી પરિવાર જામનગરના રિલાયન્સ ટાઉનશિપ બંગ્લોઝમાં થયો શિફ્ટ, જાણો કેમ

1 મહિનાથી અંબાણી પરિવાર જામનગરના રિલાયન્સ ટાઉનશિપ બંગ્લોઝમાં થયો શિફ્ટ, જાણો કેમ
, ગુરુવાર, 15 એપ્રિલ 2021 (18:39 IST)
દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીનું મુંબઇ સ્થિત એંટીલિયા હાલ ચર્ચામાં છે. એંટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળવાની તપાસ એનઆઇએ કરી રહી છે, જેમાં દરરોજ નવા ખુલાસા થયા છે. તો બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે અંબાણી પરિવાર ગત એક મહિનાથી એંટીલિયામાં નથી. 
 
સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર સમગ્ર પરિવાર હાલ ગુજરાતના જામનગરના રિલાયન્સ ટાઉનશિપ બંગ્લોસમાં છે. જોકે સત્તાવાર રીતે પુષ્ટિ થઇ નથી, પરંતુ સુત્રોએ જણાવ્યું હતું કે ટાઉનશિપ બહાર જોરદાર સુરક્ષા વ્યવસ્થા છે  પરિવાર અહી  રહે છે. તેની પાછળનું કારણ તે પ્રકરણ અથવા કોરોના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 
તમને જણાવી દઇએ કે 25 ફેબ્રુઆરીના રોજ એંટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી હતી. જેમાં વિસ્ફોટક પદાર્થ અને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તે કેસમાં એનઆઇએએ મહારાષ્ટ્ર પોલીસના એપીઆઇ સચિન વઝેની ધરપકડ કરી છે અને તેની તપાસ મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગઇ છે. તો બીજી તરફ દરરોજ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું ચેહ કે તેના લીધે પરિવાર એંટીલિયા છોડીને જામનગર આવી ગયો છે.
 
અંબાણી પરિવારનું જામનગરમાં હોવાને લઇને બીજી ચર્ચા એ છે કે મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસના લીધે પરિવાર જામનગર આવી ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

SBI vs HDFC ક્યાં ઈનવેસ્ટમેંટ કરવા પર સીનિયર સિટીજનને મળશે સારું રિટર્ન ચેક કરવું એફડી રિટર્ન રેટસ