15 ઓક્ટોબરથી સરકારે થિયેટરો શરૂ કરવાની પરવાનગી આપી છે, પરંતુ શહેરમાં ઉધના રિલાયન્સ મોલ અને આઇમાતા રોડ સ્થિત ડીઆર વર્લ્ડ આઇનોક્સ મલ્ટીપ્લેક્સ પહેલાં દિવસે ખુલ્યા. તેમાં ઘણા ઓછા દર્શકો આવ્યા. આ ઉપરાંત શહેરના અન્ય મલ્ટીપ્લેક્સ બંધ રહ્યા.
શહેરમાં કેટલાક થિયેટરો આજથી ખુલશે. તેમાં જૂની ગુજરાતી અને હિન્દો ફિલ્મો બતાવવામાં આવશે. ક્રોના પહેલાં દરેક સિનેમા હોલમાં એક સ્ક્રીન પર દિવસ દરમિયાન પાંચ શો ચાલતા હતા, પરંતુ હવે 2 થી 3 શો બતાવવામાં આવશે.
કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબરથી થિયેટર શરૂ કરવા મજૂરી આપવામાં આવી છે. જે મુજબ, અમદાવાદ, સુરત સહિતના નાના-મોટા શહેરોમાં થિયેટરોમાં માત્ર ગુજરાતી મુવી બતાવવામાં આવશે. હા માત્ર ગુજરાતી મુવી બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ, થિયેટરમાં સરકારની sop મુજબ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મુવી જોવા ઈચ્છતા દર્શકોએ ઓનલાઈન ટિકિટ લેવાની રહેશે. દરેક દર્શકોએ થિયેટરમાં સામાજિક અંતર અને માસ્ક પફેરવું ફરજીયાત રહેશે. રાત્રે 10 વાગ્યા સુધી જ થિયેટર ખુલ્લા રહેશે. એક અઠવાડિયું થિયેટર ચલાવ્યા બાદ સમય- શો વધારવા અંગે નિર્ણય લેવાશે.
6 મહિના બાદ 50 ટકા બેઠક ક્ષમતા સાથે થિયેટરો ફરી એકવાર ખુલવા જઇ રહ્યાં છે. બે સીટ વચ્ચે એક સીટ ખાલી રાખવા માટે માર્કિંગ કરવામાં આવ્યું છે. થિયેટરના તમામ ઓડીટોરીયમ હાલ શરુ કરવામાં આવશે નહીં.
સવાર બાદ રાત્રે 10 વાગ્યા સુધી જ થિયેટર ખુલ્લા રહેશે. એક અઠવાડિયું થિયેટર ચલાવ્યા બાદ સમય- શો વધારવા અંગે નિર્ણય લેવાશે. ગાઈડલાઈન મુજબ દર્શકો ઓર્ડર કરે તે નાસ્તો પેકીંગમાં આપવામાં આવશે. આટલા લાંબાગાળા બાદ ફરી શરુ થઈ રહેલા થિયેટરમાં હાલ ટીકીટના દરો વધારવામાં આવશે નહીં.