Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

Class 10, 12 Students, Gujarat Board
, બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (12:37 IST)
ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે, તે માટેનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યનાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.ગયા વર્ષે ધોરણ 10, 12ના 16.49 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ વર્ષે ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં 1,65,846 વિદ્યાર્થી રિપીટર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,549 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 20,438 વિદ્યાર્થી રિપીટર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થી રિપીટર છે.ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે, જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીનો રહેશે. ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનનાં 981 કેન્દ્ર પર, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 506 કેન્દ્ર પર અને 1 સાયન્સની પરીક્ષા 147 કેન્દ્ર પર યોજાશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે. શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં હોલ ટિકિટ આપશે. અમદાવાદ શહેર-ગ્રામ્યમાં ધોરણ 10માં 1,04,666, ધોરણ 12 સાયન્સમાં રેગ્યુલર અને રિપીટર મળીને 15,908 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 58,584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિવિધ વિદ્યાર્થીઓની વિસ્તૃત આંકડાકીય વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યમુનામાં ચાર વિદ્યાર્થીઓ ડૂબી ગયા, ત્રણના મૃતદેહ મળ્યા અને એક હજુ પણ ગુમ...