rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોરબી: ગોઝારા અકસ્માતમાં 3ના મોત

Morbi accident
, બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (14:40 IST)
મોરબી : હળવદના નવા ધનાળાના પાટીયા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
 
અકસ્માતમાં ત્રણના મોત, બે વ્યક્તિઓ ઘાયલ
 
મૃતક તેમજ ઘાયલ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

મોરબીમાં હળવદ તાલુકાના નવા ધનાળા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા કાર રસ્તા પરથી નીચે ઉતરી ગઈ જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત થયા છે. ઘટનાને કારણે રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જોકે સ્થાનિકો દ્વારા તુરંત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 
 
3 લોકોના કરૂણ મોત 
જે કારનો અકસ્માત થયો છે. તેમા કુલ 5 લોકો સવાર હતા. જોકે તેમાથી 3 લોકોના ઘટના સ્થળેજ મોત થયા છે. જ્યારે અન્ય 2 લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બીબીસી ઇન્સિયન સ્પાર્ટસવુમન ઑફ ધ યર ઍવૉડ, માટે મતદાનનો પ્રારંભ