Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ પાકિસ્તાની મહિલા પીએમ મોદીની બહેન છે, 26 વર્ષથી બાંધે છે રાખડી

આ પાકિસ્તાની મહિલા પીએમ મોદીની બહેન છે, 26 વર્ષથી બાંધે છે રાખડી
, શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (11:22 IST)
રવિવારે પવિત્ર તહેવાર રક્ષાબંધનની ધામધૂમ ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઇને રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય અને પ્રગતિ માટે પ્રાર્થના કરે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગત 26 વર્ષથી રાખડી બાંધનાર તેમની પાકિસ્તાની બહેન કમર શેખએ આ વર્ષે પણ તેમના માટે સુંદર રાખડી બનાવી છે. રાખડી સાથે ભાઇ-બહેનના પ્રેમનો સંદેશવાળા લખાણને બંનેના 26 વર્ષ જૂના સંબંધને નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી બન્યા પછી સાચવી રાખ્યા છે. 
 
કમર શેખ પોતાના ભાઇ માટે રાખડી બનાવી છે જે ગત 26 વર્ષોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ પર બાંધે છે અને દર વખતે દુઆ કરે છે કે તેમના ભાઇની જીંદગીમાં આગળ વધે અને સુરક્ષિત રહે. કમર જહાંએ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ રાખડી બનાવી છે. 
 
આ સાથે જ કમર શેખએ ભાઇ-બહનના પ્રેમને જોતાં એક પત્ર પણ લખ્યો છે. કમર જહાંનું કહેવું છે કે તેમનો આ સંબંધ 26 વર્ષ જૂનો  છે, આ ત્યારનો સંબંધ છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપમાં ફક્ત જનરલ સેક્રેટરી હતા. 
 
જોકે કમર જહાંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તેમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ તેમના લગ્ન ભારતીય પેન્ટર મોહસિન શેખની સાથે થયો હતા.  ત્યારબાદથી કમર શેખ છેલ્લા 39 વર્ષોથી ભારતમાં છે. ગત વર્ષે કોરોના સંકટના લીધે તે પ્રધાનમંત્રીને રાખડી બાંધી શકી ન હતી, પરંતુ તેમણે રાખડી પોસ્ટ મારફતે મોકલી દીધી હતી. 
 
કમર શેખના પતિ મોહસિન શેખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકબીજાના ખૂબ નજીકના મિત્ર હતા. કમર શેખનું કહેવું હતું કે જ્યારે હું પહેલીવાર તેમને દિલ્હીમાં મળી હતી, ત્યારે તેમને ખબર પડી કે હું કરાંચીથી છું અને અહીં લગ્ન કર્યા છે, ત્યારે તેમણે બહેન કરીને મને સંબોધિત કરી હતી, મારો કોઇ ભાઇ નથી. 
 
કમર શેખ કહે છે કે એકવાર રક્ષાબંધન હતી, તો મેં મોદી ભાઇને રાખડી બંધાવવાનો આગ્રહ કર્યો અને તેમણે કાંડુ આગળ કરી રાખડી બંધાવી લીધી, ત્યારથી કમર રાખડી બાંધતી આવી છે. તેમનું કહેવું છે કે દિલ્લીથી દર વર્ષે ફોન આવે છે પરંતુ આ વર્ષે હજુ કોરોના કારણે ફોન નથી આવ્યો પણ જો આવશે તો દિલ્લી જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહુવા-સુરત ટ્રેનની ફ્રિક્વેન્સી વધી, હવે આ ટ્રેન 20 ઓગસ્ટથી અઠવાડિયામાં 5 દિવસ દોડશે