Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોબાઈલ અને હિંસાત્મક ગેમના વળગણથી બાળકોમાં માનસિક રોગનું પ્રમાણ વધ્યું

મોબાઈલ અને હિંસાત્મક ગેમના વળગણથી બાળકોમાં માનસિક રોગનું પ્રમાણ વધ્યું
, રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (09:43 IST)
કોરોનાના વિકટ સમયગાળમાં સતત કલાકો સુધીના સ્ક્રીન એડિકશનના લીધે શાળામાં ભણતા બાળકો મોબાઈલ સ્ક્રીન એડિકશનનો ભોગ બન્યા છે. કોરોનાના સમયમાં મોટાભાગના બાળકો ઘરે રહેવાથી મોબાઈલ, કમ્પ્યૂટર, લેપટોપનો વપરાશ સતત કલાકો સુધી વધવાના કારણે બાળકોમાં ફ્રી ફાયર, ફોર્ટ નાઈટ, મિલિમિલેશિયા સહિતની હિંસાત્મક વર્તૂણક વધારતી ગેમ રમવા માટેનું ચલણ વધ્યં છે. પરિણામે શાળામાં ભણતા બાળકોમાં સાયકોપેથિક (મનોવિકૃત વર્તન) અને સોશિયોપેથિકની સમસ્યા બાળકોમાં વધી હોવાનું સાઈકોલોજિસ્ટ જણાવી રહ્યા છે. સાઈકોલોજિસ્ટ પાસે સારવાર લેવા આવનારા કુલ દર્દીઓમાંથી 70 ટકા કરતા વધુ દર્દીઓ શાળામાં અભ્યાસ કરતા બાળકો હોવાનું બહાર આવ્યું છે.છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાના વ્યાપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ઘણાં લાંબા સમય સુધી વિદ્યાર્થીઓએ મોબાઈલ કે કમ્પ્યૂટરના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ મેળવ્યું હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઓનલાઈન સ્ક્રીનનું એડિકશન વધ્યુ છે. શાળાના બાળકો મિત્રોની સાથે ગ્રૂપમાં ફોર્ટ નાઈટ, મિલિમિલેશિયા, બેટર ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા,જીટીએ-5 સહિતની ગેમ્સ રમે છે. તેના કારણે ચીડિયાપણું, હિંસાત્મક વર્તન, ડિપ્રેશન, એક્ઝાઈટી, અનિદ્રા, શૈક્ષણિક પર્ફોમન્સ પર વિપરિત અસર, મા-બાપ સાથે સંવાદિતાનો અભાવ, એકલાપણું સહિતની સમસ્યા સર્જાય છે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓનસ્ક્રીન એડિકશનમાં ફસાયેલ બાળક જો 10 મિનિટથી લઈને 30 મિનિટ કરતા વધારે સમય માટે મોબાઈલથી દૂર ના રહી શકે તો સાઈકોલોજિસ્ટનો સંપર્ક કરવો હિતાવાહ છે. નહી તો લાંબાગાળાની વર્તણૂકને લગતી સમસ્યા થવાની પ્રબળ શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના અત્યારે થંબ્યો નહી કે આવી ગયુ નિપાહ વાયરસ કેરળમાં 12 વર્ષના બાળકની મોતથી હોબાળો