Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

(Photo) બસ સાબરકાંઠા પાર્સિંગની હતી પણ તેમાં કોઇ મુસાફરો સાબરકાંઠાના ન હતા - હિમતનગર કલેક્ટર

(Photo)  બસ સાબરકાંઠા પાર્સિંગની હતી પણ તેમાં કોઇ મુસાફરો સાબરકાંઠાના ન હતા - હિમતનગર કલેક્ટર
, મંગળવાર, 11 જુલાઈ 2017 (11:39 IST)
અમરનાથ યાત્રામાં સાબરકાંઠાના પાર્સિંગ વાળી બસ પર હૂમલો થયો છે. ત્યારે હિંમતનગરના જીલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અમરનાથમાં ત્રાસવાદીના હુમલાનો ભોગ બનેલી બસ સાબરકાંઠાના પાર્સિંગની છે. આ ઓમ ટ્રાવેલ્સની બસ 6 મહિના પહેલાં વલસાડ ખાતે વેચાઇ હતી. જેમાં કોઇ મુસાફરો સાબરકાંઠાના ન હતા.
webdunia

તાજેતરમાં મળતી માહિતી મુજબ બસ ના મલિક જવાહર ઉત્તમભાઈ દેસાઈ તેમના દીકરા ને પણ ત્રણ ગોળી વાગી છે.  બસ ઈડરના સંજય પટેલની માલિકીની હતી. તેમણે આ બસ વલસાડના જવાહર દેસાઈ નામની વ્યક્તિને વેચી દીધી હતી. હુમલામાં હર્ષ જવાહર દેસાઈને 3 ગોળી વાગી હોવાના અહેવાલ છે.
webdunia

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએએ જણાવ્યું હતું કે અમરનાથા યાત્રા દરમિયાન આતંકવાદી હુમલો થયો છે. આ હુમલોમાં બસ ગુજરાતની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળતા ગુજરાત સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીર સરકાર તથા અમરનાથ ફ્લાયિંગ બોર્ડનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી હુમલામાં સાબરકાંઠાના હંસાબેન પટેલ અને વિજય પટેલના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. 
webdunia

મૃતકોની યાદી
સુરેખાબેન પી પટેલ ( ઉદવાડા )
ચંપાબેન રમણલાલ પ્રજાપતિ ( દમણ )
રતિલાલ મણિભાઇ પટેલ (દમણ) 
હસુબેન રતિલાલ પટેલ (દમણ)
ઉષામોહન સોનકર ( દહાણુ )
નિર્મલા ભરત ઠાકુર (દહાણુ)
લક્ષ્મીબેન (વલસાડ)

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BJP Page Pramukh sammelan - ઉ.ગુજરાતમાં ભાજપને સુરતવાળી થવાનો ડર એટલે પેજ પ્રમુખનું સંમેલન ગાંધીનગરમાં?