Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેશવાનનો ડ્રાઈવર 98 લાખ ભરેલી રોકડ લઈ ફરાર થઈ ગયો

કેશવાનનો ડ્રાઈવર 98 લાખ ભરેલી રોકડ લઈ ફરાર થઈ ગયો
, શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (12:21 IST)
અમદાવાદમાં  98 લાખ ભરેલી રોકડ રકમની લૂંટ થતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. રાજપથ ક્લબ પાસે સીએમએસ કંપનીની કેશવાનનો ડ્રાઈવર તેના ત્રણ ગનમેનને અડધા કપ ચામાં નશીલો પદાર્થ પીવડાવીને ટ્રંક લઈ ફરાર થઈ ગયો હતો. મૂળ યુપીના ઇટાવાનો રહેવાસી ડ્રાઈવર સુધીરકુમાર અખિલેશકુમાર બાઘેલા બપોરે 2.30 કલાકે એટીએમમાં પૈસા ભરવા તેના ત્રણ સાથી ધવલ પાનવાલ, સિદ્ધાંત ચાવડા અને ગનમેન જીતેનસિંહ ગુરજરસિંહ તોમર સાથે નીકળ્યો હતો. બેભાન થઇ ગયેલા ત્રણ કર્મચારી જીતેન સિંહ, ધવલ પાનવાલા અને સિદ્ધાંત ચાવડાએ ભાનમાં આવતાં જણાવ્યું હતું કે, આરોપી સુધીર વાઘેલ ચા લઇને આવ્યો હતો. આરોપીએ કેફી પીણું પીવડાવતાં તેઓ બેભાન થઇ ગયા હતા. ઉપરાંત કેશવાન લઇને નીકળ્યાં ત્યારથી આરોપી સુધીર આનાકાની કરતો હતો.

પોલીસે કર્મચારીઓના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તે સમયે ડ્રાઈવર સુધીરે કોર્ટયાર્ડ મેરિયેટ હોટલ પાસે કેફી પદાર્થવાળી ચા પીવડાવી હતી. ત્યારબાદ સાંજે 7 વાગે તેઓ રાજપથ ક્લબના એચડીએફસી બેંકના એટીએમમાં પૈસા ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ત્રણેયને કેફી દ્રવ્યની અસર થતાં તેઓ બેભાન થઈ ગયા હતા અને ડ્રાઈવર સુધીર વાનમાં રહેલી રોકડ લઈ ફરાર થઈ ગયો હતો. રાત્રે 10 વાગ્યાની આસપાસ ત્રણેય કર્મચારીઓને ભાન આવતા તેમણે જાતે 108ને ફોન કરી બોલાવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજય સરકાર સોશ્યો-ઈકોનોમીકસ સર્વેમાં જ કબુલાત; ગુજરાતમાં કામદાર-હડતાલ- લે ઓફ વધ્યા