Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surat News - સુરતમાં હત્યા કરી લાશને દિવાલમાં ચણી દીધી, 5 વર્ષ પછી ખૂલ્યો ભેદ

Surat News - સુરતમાં હત્યા કરી લાશને દિવાલમાં ચણી દીધી, 5 વર્ષ પછી ખૂલ્યો ભેદ
, શુક્રવાર, 6 નવેમ્બર 2020 (08:02 IST)
કહેવામાં આવે છે કે ગુનેગારો ગમે તેટલો ચાલાક કેમ ન હોય, જ્યારે ગુનો કરે છે ત્યારે તે કોઇને કોઇ ભૂલ જરૂર કરી દે છે. એટલા માટે તે કાનૂનના હાથમાં આવી જાય છે. આવું જ કંઇક સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં હત્યા કરી એક ઘરની દિવાલમાં લાશને ચણાવી દીધી હતી. લાશ પાંચ વર્ષ પછી પોલીસને મળી હતી.   
 
બાતમીના આધારે પોલીસે પુછપરછ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેના પગલે પોલીસે દિવાલમાં ચણી દેવાયેલી લાશને હાડપિંજર સ્વરૂપે બહાર કાઢી હતી. ઘટના સમયે એક્ઝિક્યુટિવ મામલતદાર, એફએસએલની હાજરીમાં વિડિયોગ્રાફી સાથે બહાર કઢાયો હતો.
 
સુરત પોલીસના એસીપી એફ ડિવિઝન જે કે પંડ્યાના અનુસાર પાંડેસર વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ 3ના એક ઘરમાં શિવમ ઉર્ફે કિશન નામના એક વ્યક્તિની હત્યા કરી તેની લાશને દિવાલમાં ચણી દેવાની પોલીસને જાણકારી મળી હતી. 
 
પાંડેસર પોલીસ સુચનાના આધારે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને દિવાલમાંથી કંકાલ મળી આવ્યું હતું. હત્યા દિવાળીના તહેવાર પહેલાં 2015માં થઇ હતી. જાણવા મળ્યું હતું કે હત્યા રાજુ નામના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે શિવમ ઉર્ફે કિશનની લાશ મળ્યાની જાણકારી સામે આવતાં મૃતક પરિવાર ઘટનાસ્થળ પર પહોંચી ગયો. પરિવાર રાજૂ નામના વ્યક્તિ પર શિવમની હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસના અનુસાર રાજૂ વિરૂદ્ધ 30થી વધુ કેસ દાખલ છે. 
 
શિવમ ઉર્ફે કિશન ગત કેટલાક વર્ષોથી ગુમ હતો કોઇને ખબર ન હતી કે તે ક્યાં છે. પરંતુ પોલીસને સૂચના મળી હતી કે રાજૂએ જ તેની હત્યા કરી હતી. કેસની તપાસ બાદ ખબર પડી કે રાજૂને તાજેતરમાં જેલમાંથી છોડી મુકવામાં આવ્યો છે. 
 
પોલીસે રાજુની ધરપકડ કરી પૂછપરછ કરી તો તેણે પોતાના ગુના કબૂલ કરી લીધા છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે હત્યામાં રાજુની સાથે કોણ-કોણ સામેલ હતું અને હત્યા પાછળનો હેતું શું હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકામાં ફરીથી કોરોના પ્રકોપ, એક દિવસમાં 1 લાખથી વધુ નવા કેસ