Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમે કાળા છો હુ તમારી સાથે નથી રહી શકતી, કહીને પત્ની છોડીને જતી રહી પતિ પહોચ્યો કોર્ટ

તમે કાળા છો હુ તમારી સાથે નથી રહી શકતી, કહીને પત્ની છોડીને જતી રહી પતિ પહોચ્યો કોર્ટ
, શુક્રવાર, 12 માર્ચ 2021 (13:30 IST)
રાજસ્થાનના શ્રીગંગાનગર જીલ્લામાં એક વ્યક્તિને તેની પત્ની માત્ર એ માટે છોડી ગઈ કારણ કે તેનો રંગ કાળો છે. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની કહે છે કે તમે કાળા છો હુ તમારી સાથે નથી રહી શકતી. પત્નીના હાથે પ્રતાડિત પતિએ હવે કોર્ટની શરણ લીધી છે. કોર્ટમાં દાખલ ફરિયાદના આધારે હવે રાજસ્થાન પોલીસે પત્ની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 
 
આ સમગ્ર મામલો શ્રીવિજયનગરના વોર્ડ 6 નો છે. અહી રહેનારો સુમિતે કોર્ટ દ્વારા પોલીસમાં પત્ની વિરુધ પ્રતાડનાનો કેસ કર્યો ચ હે. સુમિતના લગ્ન 2019માં સુમરતી સાથે થયા હતા અને હવે બંનેની એક પુત્રી પણ છે. પોલીસમાં નોધાયેલ કેસના મુજબ  સુમિતે પત્ની પર માનસિક, આર્થિક અને શારીરિક પ્રતાડનાનો કેસ લગાવ્યો છે.  તેનુ કહેવુ છે કે તેના કાળા રંગને લઈને પત્ની સાથે રહેવાની ના પાડી રહી છે. 
ર્ર 
મારપીટ કરીને 50 હજાર રૂપિયા લીધા અને ભાગી ગઈ  
 
કોર્ટમાં નોંધાયેલા આરોપમાં સુમિતે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે સાસરી પક્ષ પાસેથી તેના પરિવારે કોઈ દાન દહેજ લીધુ નહોતુ. શરૂઆતમાં બધુ ઠીક હતુ પણ પછી પત્નીએ તેના કાળા રંગને લઈને પ્રતાડિત કરવુ શરૂ કરી દીધુ. હવે તે કહે છે કે કાળા રંગને કારણે તે સાથે રહેવા માંગતી નથી.  સુમિતે પત્ની પર 50 હજાર રૂપિયા હડપવાનો પણ આરોપ લગાવ્યો છે.  થોડા સમય પહેલા પત્નીએ પોતાના ભાઈની સારવાર માટે 50 હજાર રૂપિયા પણ સાસરિયાઓને અપાવ્યા હતા પણ હવે તે પરત કરવાનો  ઈનકાર કરી દીધો છે. 
 
હાથ પગ બાંધીને માર્યો પડોશી આવ્યા તો બચ્યો જીવ 
 
સુમિતનુ માનીએ તો ગયા મહિનાની 11 તારીખે તેમની પત્નીના પિતા કૃષ્ણલાલ અને બે ભાઈ તેના ઘરે આવ્યા હતા. એ રાત્રે ખાવામાં નશીલો પદાર્થ ખવડાવ્યો અને પછી હાથ પગ બાંધીને તેની સાથે મારઝૂડ કરી. સુમિતના ચીસો પાડવાની અવાજ સાંભળીને પડોશી પણ દોડી આવ્યા હતા. સુમિતનો આરોપ છે કે એ રાત્રે તેની પત્ની ઘરેથી 25 હજારની રોકડ અને ઘરેણા પોતાની સાથે લઈને ઘર છોડીને જતી રહી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું કોરોના મહારાષ્ટ્રને ઘરોમાં કેદ કરશે? નાગપુર પછી, અકોલામાં લોકડાઉન, પુણેમાં નાઇટ કર્ફ્યુ