Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માધવપૂર ઘેડના મેળાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર કરાશે, ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય યોજાઇ બેઠક

માધવપૂર ઘેડના મેળાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર કરાશે, ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય યોજાઇ બેઠક
, શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (18:26 IST)
ગુજરાતમાં પોરબંદર નજીક માધવપૂર ઘેડ ખાતે યોજાતા મેળાનો આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી પાંચ દિવસ માટે યોજાતા આ મેળાને વ્યાપક રૂપ આપવાનું આયોજન પણ ઘડવામાં આવ્યું છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉત્તરપૂર્વીય રાજ્યોના વિકાસ માટેના ભારત સરકારના મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે આ મેળાના આયોજન અંગે ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એવું પણ નિયત કરવામાં આવ્યું કે, ભગવાન કૃષ્ણની ભૂમિ ગુજરાત અને રૂકમણીજીની ભૂમિ ઉત્તરપૂર્વીય પ્રદેશને સાંકળતા ધાર્મિક સ્થાનોના પ્રચાર-પ્રસારને વેગ આપવામાં આવશે. આના પરિણામે, બેઉ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થવાથી ભવિષ્યમાં સ્થાયી રોજગારીના અવસરો પણ ઊભા થઇ શકશે.
 
મુખ્યમંત્રીએ કૃષ્ણ-રૂકમણિજીના કથાનક તેમજ પ્રાચીન-અર્વાચીન સંસ્કૃતિના આપસી આદાન-પ્રદાનથી યુવા પેઢી માહિતગાર થાય, તેને માણે અને સમજે તેવા ઉદ્દેશ્યથી સમગ્ર કાર્યક્રમ ઘડવા રાજ્યના પ્રવાસન વિભાગને દિશા નિર્દેશો આપેલા છે. આ મેળાના વ્યાપકસ્તરે પ્રચાર-પ્રસારથી ગુજરાતના પ્રવાસન ઊદ્યોગને પણ વેગ મળશે અને ગુજરાત-ઉત્તરપૂર્વીય રાજ્યની કલા-સંસ્કૃતિનો વૈભવ વારસો માણવા-નિહાળવાની તક મળશે એમ પણ આ બેઠકની ચર્ચા-વિમર્શમાં જણાવાયું હતું. 
 
મુખ્ય સચિવ અનિલ મૂકીમ, ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, ભારત સરકારના તેમજ ગુજરાતના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પવનની દિશા બદલાતાં તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ થઇ શકે રવાના