લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહીં.
હાઈકોર્ટએ આદેશ કર્યો છે કે, લવજેહાદ કાયદામાં બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય FIR થઈ શકશે નહીં.