Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના વાયરસના કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગને 8000 કરોડનું નુકસાન

કોરોના વાયરસના કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગને 8000 કરોડનું નુકસાન
, ગુરુવાર, 9 જુલાઈ 2020 (10:15 IST)
ચીનમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસની અસર હવે વેપારીઓ પર જોવા મળી રહી છે. કોરોના વાયરસના કારણે સુરતના ડાયમંડ ઇંડસ્ટ્રીને આગામી બે મહિનામાં લગભગ 8000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. સુરતના હીરા ઉદ્યોગનું મુખ્ય એક્સપોર્ટ માર્કેટ હોંગકોંગ છે. હોંગકોંગમાં કોરોના વાયરસના કારણે હીરા ઉદ્યોગને ભારે નુકસાન થયું છે. સુરતના હીરાના વેપારીઓનું કહેવું છે કે હોંગકોંગ અમારા માટે મુખ્ય વેપાર કેન્દ્ર છે પરંતુ કોરોના વાયરસ ફેલાતા ત્યાંની વેપારી ગતિવિધિઓની ખૂબ ઘટી ગઇ છે. હોંગકોંગમાં જે ગુજરાતી વેપારીઓની ઓફિસ છે તે ભારત પરત ફરી રહ્યા છે. 
 
જીજેઇપીસીના રીજનલ ચેરમેન દિનેશ નવાડીએ કહ્યું હતું કે સુરતથી દર વર્ષે હોંગકોંગ માટે 50,000 કરોડ રૂપિયાના પોશિલ્ડ હીરા નિર્યાત કરવામાં આવે છે. અહીંથી કુલ નિર્યાતના 37 ટકા છે પરંતુ હવે કોરોના વાયરસના કારણે હોંગકોંગમાં રજાનો માહોલ છે. જો સુરતના હીરા ઉદ્યોગ દેશમાં આયાતિત 99 ટકા કાચા હીરાને પોલિસ કરે છે. તેમણે કહ્યું કે હીરા ઉદ્યોગને 8,000 કરોડનું નુકસાન થઇ શકે છે. 
 
હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય આભૂષણનું પ્રદર્શન રદ થઇ ગયું છે. એવામાં સુરતના આભૂષણના વેપારીઓ પર ખરાબ અસર વર્તાઇ છે. સુરતમાં બનેલા પોલિસ હીરા અને આભૂષણ હોંગકોંગ દ્વારા દુનિયાભરમાં મોકલવામાં આવે છે. પરંતુ હવે ત્યાં રજા કારણે આપણો વેપાર સંપૂર્ણ બંધ થઇ ગયો છે. વેપારીઓ ભારત પરત ફરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમરનાથ યાત્રા: દરરોજ 500 મુસાફરોને ગુફા પર જવા દેવામાં આવશે