Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં લોકડાઉનની વાત માત્ર અફવા, સોશિયલમ મીડયા વાયરલ મેસેજનું કર્યું ખંડન

લોકડાઉનની વાત માત્ર અફવા
, બુધવાર, 25 નવેમ્બર 2020 (13:12 IST)
રાજ્યમાં લોક ડાઉન ફરીથી થવાનું છે તેવા જે  સમાચારો અને વાતો સોશીયલ મિડિયામાં  ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકાર ની વિચારણા માં નથી
 
તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત માં રાત્રીના 9 થી સવારના 6  વાગ્યા સુધી જે કરફયૂ અમલમાં છે તે યથાવત રહેશે. આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોક ડાઉન કે કરફ્યુ ની બાબત પણ રાજ્ય સરકાર ની કોઈ વિચારણા માં નથી.
 
અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સૌ નાગરિકોને  સોશીયલ મીડિયામાં ચાલતા આ સમાચારથી  ગેરમાર્ગે નહિ  દોરાવાની તેમજ આવા પાયા વિનાના સમાચારો અંગે કોઈ ગભરાટ  પણ ના  રાખવાની  અપીલ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અહમદ પટેલ - કોંગ્રેસના શર્મીલા સેનાપતિ જેમણે પોતાના પરિવારને પોલિટિક્સથી રાખ્યુ દૂર