Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધુ શ્રીવાસ્તવના પરિવારે માંગી 3 ટિકીટ, પત્ની સહિત પુત્ર અને પુત્રી પણ ઉમેદવારની રેસમાં

મધુ શ્રીવાસ્તવના પરિવારે માંગી 3 ટિકીટ, પત્ની સહિત પુત્ર અને પુત્રી પણ ઉમેદવારની રેસમાં
, શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (16:02 IST)
કોંગ્રેસને પરિવારવાદના મુદ્દે ઘેરનાર ભાજપ પણ બાકાત નથી. વડોદરાના વાઘોડિયાના ઘારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પત્નીએ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રણ સીટો પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. સાથે જ તેમની પુત્રી અને પુત્ર પણ રાજકારણમાં ઉતરવા માટે ટિકીટ માંગી રહ્યા છે. 
 
જિલ્લા ભાજપ દ્રારા જિલ્લા પંચાયતની 34 અને તાલુકા પંચાયતની 168 સીટો માટે સેંસનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધુ શ્રીવાસ્તવની પત્ની સવિતાબેનએ કોટંબી જિલ્લા પંચાયત, કામરોલ તાલુકા પંચાયત લિમડા તાલુકા પંચાયત માટે દાવેદારી નોંધાવે હતી. જ્યરે તેમની પુત્રી નીલમએ ગોરાજ જિલ્લા પંચાયત માટે દાવેદારી રજૂ કરી હતી જ્યારે તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવે વડોદરા નિગમ વોર્ડ નંબર 15 માટે દાવેદારી રજૂ કરી હતી. 
 
જોકે જિલ્લા ભાજપ નિરક્ષકો દ્રારા ધારાસભ્યના પરિવારના સભ્યોના રજીસ્ટ્રેશનનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. દાવેદારોએ કહ્યું હતું કે જો મધુ શ્રીવાસ્તવની પત્ની સવિતાબેન અને તેમની પુત્રી નીલમને જિલ્લા પંચાયતની ટિકીટ આપવામાં આવે છે, તો તેમને ટિકીટ નહી મળે. મધુ શ્રીવાસ્વના ફક્ત 2 થી 3 ઉમેદવારોએ તાલુકા પંચાયતમાં પોતાની પેનલ બનાવી અને વિજેતા બન્યા. જેના લીધે કોંગ્રેસને વાઘોડિયા તાલુકા પંચાયતમાં એક સીટ મળી. બીજી તરફ ડભોડ ધારાસભ્ય અને વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર શૈલેષ મહેતાના પુત્ર ધ્રુમિલ અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી અને વાઘોડિયાના ધારાસભ્યના પુત્ર દિપકે એક જ વોર્ડમાંથી ટિકીટ માંગી છે. 
 
જોકે આ વખતે નવા ઉમેદવારોની ઉંઘ ઉડી ગઇ છે. ઘણા ઉમેદવારોએ પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રજીસ્ટ્રેશન કર્યું છે. વડોદરામાં ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. જોકે મધુ શ્રીવાસ્તવએ ટિપ્પણીના અનુરોધ એક જવાબ ન આપ્યો. બીજી તરફ આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમ જેવા પક્ષ પણ ધીમે ધીમે ગુજરાતમાં સક્રિય થઇ રહ્યા છે.
 
જોકે નિગમ અને પંચાયતમાંથી આગળનું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે ધારાસભ્ય પરિવારના સભ્યો માટે ટિકિટ માંગત વડોદારમાં ચર્ચાનો વિષય બની ગ્યો છે. હજુ પણ નજર એ વાત પર ટકેલી છે કે આ માહોલ વચ્ચે કયા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

6 મહિનામાં આટલા વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો પેટ્રોલ ડીઝલનું ગણિત