Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ પહોંચ્યા પીએમ મોદી, સાબરમતી આશ્રમ જશે... જાણો શુ છે તેમનો શેડ્યૂલ

LIVE:  અમદાવાદ પહોંચ્યા પીએમ મોદી, સાબરમતી આશ્રમ જશે... જાણો શુ છે તેમનો શેડ્યૂલ
અમદાવાદ. , ગુરુવાર, 29 જૂન 2017 (11:23 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે. મોદી આજે સવારે સાબરમતી આશ્રમ પહોંચશ્યે જે આ વર્ષે પોતાની 100મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે. બીજી બાજુ તે રાજકોટમાં 8 કિલોમીટર લાંબો એક રોડ શો પણ કરશે. આ ઉપરાંત તે પ્રદેશના વિવિધ ભાગમાં અન્ય ક્રાર્યક્રમોમાં ભાગ લેશે. આ વર્ષે મોદીની આ ચોથી ગુજરાત યાત્રા છે. 
 
LIVE UPDATES-
 
 
પીએમ નરેન્દ્ર મોદી સવારે લગભગ પોણા અગિયાર વાગ્યે અમદાવાદ પહોચી ગયા છે - મુખ્યમંત્રી 
 
ડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં સૌની યોજનાનો પ્રારંભ કરાવશે. સાંજે 5.30 કલાકે આજીડેમમાં નર્મદાના નીરના વધામણા કરી મોદી લોકાર્પણ કરશે. આ યોજનાનો સીધો લાભ રાજકોટને મળશે. મોદી આવવાના હોવાથી આજીડેમ, તેઓ જ્યાં સભા કરવાના છે તે સ્થળ અને આસપાસના વિસ્તાર શણગારવામાં આવ્યો છે.

 
પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને લઇને રજકોટમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે મોદી રાજકોટમાં રોડ શો પણ કરવાના છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા પ્રધાનમંત્રીના રોડ શોના રુટ પર ફ્લેગ માર્ચ શરુ કરાઇ છે.
 
ગાંધી આશ્રમ શતાબ્દી વર્ષ અને શ્રીમદ રામચંદ્રજીના 150મી જન્મ જયંતીની આદે ઉજવણી કરવામાં આવશે. પી.એમ મોદી અને સી.એમ રૂપણીની અધ્યક્ષતા તથા શ્રીમદ રામચંદ્રજીના અનુયાયીઓની હાજરીમાં ઉજવણી થશે. આ સાથે રામચંદ્રજીના સોનાના સિક્કા તેમજ ટપાલ ટિકિટ બહાર પડાશે.


વીડિયો સાભાર - વિજય રૂપાની ફેસબુક
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Breaking News - બજારમાં આવશે 200 રૂપિયાની નોટ !!