Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LIVE -Modasa - એન્જિનિયરીંગના વિધાર્થીઓને ભણવામાં પાણીનો સીલેબસ હોવો જોઈએ - મોડાસામાં મોદી

LIVE -Modasa - એન્જિનિયરીંગના વિધાર્થીઓને ભણવામાં પાણીનો સીલેબસ હોવો જોઈએ - મોડાસામાં મોદી
, શુક્રવાર, 30 જૂન 2017 (12:04 IST)
મોડાસામાં આજે નરેન્દ્ર મોદી અનેક યોજનાઓનું લોકાર્પણ કરવાના છે ત્યારે 10 વાગ્યાની આસપાસ મોડાસામાં ધોધમાર વરસાદ શરૂ થયો હોવા છતાં પણ સભાખંડમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. જ્યારે મોદીને આવકારવા 150 રિક્ષા વાળા રેલી સ્થળ સુધી મફતમાં લઈ જશે. આ સિવાય મોડાસા-રાયગઢ માર્ગ પણ તાજેતરમાં નિર્માણ પામ્યો છે આ તમામ વિકાસના કામોનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે.1100 એસટી બસો અને અનેક ખાનગી વાહનો દ્વારા કાર્યકરો લોકોને કાર્યક્રમ સ્થળે લઇ જવા અને લાવવાની જવાબદારી લઈ ચુક્યા છે ત્યારે ઉપસ્થિત રહેનાર તમામને ફૂડ પેકેટ બસમાં અને વાહનોમાં જ આપી દેવનાર છે. ફૂડ પેકેટમાં પાણી સહીત મીઠાઈ પણ મુકવામાં આવી છે.
 
- શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાની જેમ આજે પણ કેમ છો… મઝામા… કહીને સંબોધનની શરૂઆત
-  મોડાસા મારા માટે નવું નથી..
- હું કાયમ એસટી બસમાં મોડાસા આવતો હતો.
- વર્ષોથી અહીંયાના જન-જન સાથે જોડાવાનો અવસર મળ્યો હતો.
- બધી દિવાળીઓ ભેગી કરીને ઉજવીએ એવો આ અવસર છે.
-  હું વિશિષ્ટ જવાબદારીના ભાગરૂપે મોડાસા આવ્યો છું.
- જ્યારથી ભાજપની સરકારને જનતાની સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારથી અમે થાગડથીગડ કામો નથી કર્યા
- નર્મદાના પાણી માટે અગાઉની સરકારની યોજનામાં અરવલ્લી કયાંય નહોતું…
- અમે પાકા કામ કરવાની દિશામાં આગળ વધ્યા છે.
- મારી વડીલોને વિનંતી છે કે પોતાના સંતાનો ને કહે કે અમે કેવી રીતે જીવતા હતા… પાણી વગર, રોડ રસ્તા વગર, બસ વગર અને વીજળી વગર
- અત્યાર સુધી વાત્રક, માઝુમ, હાથમતી અને મેશ્વો નદીના પટમાં ક્રિકેટ રમવાના મેદાન હતા.
- કોંગ્રેસના રાજમાં આ બધી નદીઓ હતી કે નહી…
- ટૂકડા ફેંકીને ચૂંટણીઓ જીતવી એ રસ્તો અમે નથી અપનાવ્યો
- માલપુર, મેધરજ, દાતા, અરવલ્લી, મોડાસાના લોકો ભેગા થઈને દુષ્કાળમાં મામલતદારને આવેદનપત્ર આપતા હતા.
 દુષ્કાળમાં માટી ઉપાડવાનું કામ કરવા આજીજી કરતા હતા.
- સરકારો આવીને ગઈ… કામ કોને કહેવાય માટી ઉપાડવી, ચોકડીઓ ભરવી, રસ્તા પર માટી નાંખવી.. આ કામ કરતા હતી ભુતકાળની સરકાર
- એન્જિનિયરીંગના વિધાર્થીઓને ભણવામાં પાણીનો સીલેબસ હોવો જોઈએ. પાણી લાવવા માટે સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે  થયો તે ભણાવવું જોઈએ.  ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા અહીંયા જ બેઠા છે.
- શામળીયાની ધરતી… હું મુખ્યપ્રધાન બન્યો પછી શામળીયો આવ્યો હતો…? મને કહો તો.. શામળીયાનું સામ્રાજ્ય ઉભુ થયું છે. શામળીયાની રખેવાળી કરનારી સરકાર ગાંધીનગર આવી. મારો શામળીયો ગલી કુંચીમાં બેઠો હતો. પણ હવે તમે જુઓ…
શામળીયાની બાજુની દેવનીમોરી… ત્યાં બુધ્ધના અવશેષો મળ્યા
-  મારો જન્મ વડનગર થયો.. વડનગરમાં બુધ્ધ ભિક્ષુકોની હોસ્ટેલ હતી.
- ચીનના રાષ્ટ્રપતિ મને તેમના ગામ લઈ ગયા હતા.
-  દેવની મોરી ગામે ભગવાન બુધ્ધનું ભવ્ય સ્મારક બનાવવું છે… તે મારુ સ્વપ્ન છે.. વિશ્વના લોકો અહીંયા આવે…
-  ગુજરાતના આશિર્વાદ હશે તો આ ભવ્ય સ્મારક બનાવવું છે.
- આજથી 10 વર્ષ પહેલાના બસ સ્ટેન્ડ કેવા હતા… વિચાર તો કરો…
-  ભાજપની સરકાર આવ્યા પછી અતિઆધુનિક બસ પોર્ટ બનાવ્યા છે. 
- ઈ-નામની વ્યવસ્થા કરી છે. ખેડૂત પોતાના મોબાઈલ પર પોતાનો પાક વેચી શકશે… જે મોબાઈલ એપમાં મોડાસા  એપીએમસી છે. ઈ-નામમાં 400 માર્કેટ જોડાયેલા છે. હવે ખેડૂત મજબુર નહી રહે.
- ખેડૂતની છેતરામણી બંધ થશે. ખેડૂત જ્યારે ચાહે ત્યારે જે ભાવે પાક વેચવાલી કલ્પના કરી હશે તે ભાવે તે વેચી શકશે.
- ભારત સરકારે કિશાન સંપદા યોજના જાહેર કરી છે.
-  સમગ્ર દેશમાં એકસમાન ખેડૂતો માટે માર્કેટની વ્યવસ્થા ગોઠવી છે.
- આઝાદી પછી પહેલી વાર પ્રધાનમંત્રી ફસલ યોજના આવી છે, જેથી મારો ખેડૂત કોઈની પર આધાર નહી રાખે.
-  ખેડૂતે 100 રૂપિયાનો વીમો લેશે તો પ્રિમિયમ 95 કે 98 રૂપિયા ભારત સરકારની આપવાની છે.
- પાણી ભરાવાથી પાકને નુકશાન થાય તો તેનો પાક વીમો મળતો ન હતો. પણ હવે મળશે.
- પ્રધાનમંત્રી ફસલ યોજનાને વધુ આકર્ષક યોજના લાવી છે, આ યોજનાથી ખેડૂતોને ખુબ ફાયદો થશે.
તમામ ખેડૂતો આનો લાભ લે.
- આઝાદીના 75 વર્ષ પુરા થાય ત્યાં સુધી દેશના ખેડૂતોની આવક બમણી કરવી છે.
-  ગુજરાતના ગામડાનું ભલુ કરવાનું અને ખેડૂતોને બે પાંદડે કરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે.
- અરવલ્લીનું એક ગામ બાકી નહી હોય કે તેનો મારી સાથે નાતો નહી હોય
- નર્મદે સવર્દે… ત્રણ વખત બોલાવીને પ્રવચન પુરુ કર્યું.
 


Video - Vijay Rupani Facebook 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજ મધરાતથી લાગૂ થશે GST, સંસદમાં ચાલનારા કાર્યક્રમમા રાષ્ટ્રપતિ અને મોદી સહિત બોલીવુડ હસ્તિયો પણ રહેશે હાજર