Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

એસજી હાઇવે નજીક કોલેજના પાર્કિગમાંથી ડિફેન્સના દારૂના જથ્થા સાથે આર્મીના નિવૃત્ત ઓફિસરના પુત્રની ધરપકડ

Gujarat News in Gujarati
, બુધવાર, 20 જાન્યુઆરી 2021 (11:07 IST)
અમદાવાદમાં એસજી હાઇવે પર કારગિલ પેટ્રોલપંપ પાસે આવેલી એન.એમ.ઝાલા કોલેજના પાર્કિગમાંથી ડિફેન્સના પરમીટવાળો દારૂનો જથ્થો સોલા પોલીસે ઝડપી પાડ્યો છે. આર્મીના નિવૃત્ત અધિકારીના પુત્રની ધરપકડ સોલા પોલીસે કરી છે. આરોપી પાસેથી પોલીસને તેના પિતા અને આર્મીના નિવૃત્ત બે અધિકારીઓની મળી કુલ 3 પરમીટ મળી છે. જે પોલીસે કબ્જે કરી છે. આરોપીએ વાઇનશોપ અને ડિફેન્સની કેન્ટીનમાંથી દારૂ ખરીદી ગાડીમાં મૂકી જેમ ગ્રાહક મંગાવે તેમ એક્ટિવા પર જઈ હોમ ડિલિવરી કરતો હતો. 
 
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે બાતમીના આધારે એન.એમ.ઝાલા કોલેજના પાર્કિગમાં પડેલી કારમાંથી 43 દારૂની બોટલો સાથે ઋષિ ઓઝા નામના આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી મળી આવેલો દારૂનો જથ્થો ડિફેન્સની પરમીટનો મળી આવ્યો છે. તેની પાસેથી ત્રણ પરમીટ મળી છે. જેમાં કુલ 24 દારૂની બોટલની પરમીટ છે. આરોપી ઋષિના પિતા રિટાયર્ડ આર્મી ઓફિસર છે. ત્રણ આર્મી ની પરમીટ આરોપી પાસેથી મળી હતી જે પૈકી એક રિટાયર્ડ આર્મી કેપટન, એક રિટાયર્ડ આર્મી કર્નલ અને એક રિયાયર્ડ આર્મી SN ઓફિસર છે. વાઇનશોપમાંથી પણ દારૂ ખરીદ્યો હોવાનું જણાય છે. પરમીટ મામલે અને દારૂ ખરીદી મામલે તપાસ કરવામાં આવશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થઈ પરંતુ ઓનલાઈન પરીક્ષાની તારીખ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં