Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર ગાળિયો કસાયો, ગુજરાત ATS પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવવાના કેસમાં પુછપરછ કરશે

Lawrence Bishnoi
અમદાવાદઃ , સોમવાર, 24 એપ્રિલ 2023 (12:56 IST)
- ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા માટે પટિયાણા હાઉસની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી
- લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન અને સંજય રાઉતને ધમકી આપી હતી
 
 પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક ફેલાવનારા લોરેન્સ બિશ્નોઇનું હવે પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે. પાકિસ્તાનથી 194 કરોડનું ડ્રગ્સ મંગાવવાનો તેની પર આરોપ છે. ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા માટે પટિયાણા હાઉસની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજીને મંજુર કરી દીધી છે. હવે ગુજરાત પોલીસ લોરેન્સ બિશ્નોઈની પુછપરછ કરી શકે છે. 
 
એટીએસે હવે પ્રોડક્શન વોરન્ટ જાહેર કર્યું
ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે અગાઉ 6 પાકિસ્તાની સહિત આઠ લોકોને પકડ્યા હતાં. ગુજરાત એટીએસે હવે પ્રોડક્શન વોરન્ટ જાહેર કર્યું છે.ગુજરાતના NDPSના એક કેસમાં પુછપરછની માંગ કરવામાં આવી હતી. એટીએસ દ્વારા આ મામલે પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પુછપરછ માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે મંજુર કરી દીધી છે. હવે એટીએસ ડ્રગ્સના કાળા કારોબારનો વધુ પર્દાફાશ કરી શકે છે. 
 
લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન અને સંજય રાઉતને ધમકી આપી હતી
ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાનખાન, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 મેથી થઈ રહ્યા છે આ મોટા ફેરફાર, GSTને લઈને મોટો નિર્ણય, બેટરીથી ચાલતા વાહનોને મોટી રાહત મળી શકે છે