Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તાઉ ‘તે સંભવિત વાવાઝોડા સંદર્ભે અમદાવાદ સોલા સિવિલમાં અસરગ્રસ્ત માટે અલાયદા વોર્ડ કાર્યરત

તાઉ ‘તે સંભવિત વાવાઝોડા સંદર્ભે અમદાવાદ સોલા સિવિલમાં અસરગ્રસ્ત માટે અલાયદા વોર્ડ કાર્યરત
, સોમવાર, 17 મે 2021 (18:03 IST)
તાઉ'તેની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અલાયદી ૪૦ પથારીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. 
 
અમદાવાદ જિલ્લા તેમજ શહેરમાં તાઉ'તે ના સંભવિત વાવાઝોડાની અસરથી જાનમાલને હાનિ ન પહોંચે અથવા કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત બને ત્યારે તેને સત્વરે સારવાર મળી રહે. તેની અગમચેતીના ભાગરૂપે આ સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. 
 
તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સંભવિત અસરગ્રસ્તોને તમામ પ્રકારની આક્મિક સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 
 
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને તાઉ'તે વાવાઝોડાના આગોતરા આયોજનના ભાગરૂપે કોરોનાની તમામ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખીને સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Tauktae Live: ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન, વાવાઝોડાની અસરો દેખાવાની શરુ