Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં દીપકલા જંક્શન સાડી શો-રૂમના માલિકના ત્રાસથી કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદમાં દીપકલા જંક્શન સાડી શો-રૂમના માલિકના ત્રાસથી કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો
, મંગળવાર, 9 માર્ચ 2021 (15:48 IST)
કર્મચારી 11 દિવસ સુધી બોલી નહીં શકતો હોવાથી ફરિયાદ મોડી નોંધી હોવાનો પોલીસનો દાવો
કર્મચારીએ ગાર્ડનમાં જઈ હાથ અને પગ સહિત ગળાના ભાગે બ્લેડ મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો
 
અમદાવાદમાં જાણીતા સાડીના શો રૂમના માલિકના ત્રાસથી કંટાળી કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રામોલ પોલીસે કર્મચારીની સ્યુસાઇડ નોટ પરથી ગુનો નોંધી દીપકલા જંકશનના માલિકની ધરપકડ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર કર્મચારી બોલી ન શકતા મોડેથી ગુનો નોંધાયો હતો. પોલીસે ફરિયાદ નોંધવામાં વધુ સમય થવા મુદ્દે દાવો કર્યો હતો કે આપઘાત કરનાર કર્મચારી 11 દિવસ સુધી બોલી શકતો ના હોવાથી ફરિયાદ નોંધવામાં મોડુ થયું છે. 
webdunia
છેલ્લા બે મહિનાથી ત્રાસ ગુજારવામાં આવતો
 
શહેરમાં દીપકલા સાડી શો રૂમના માલિક પ્રદીપ શાહ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં તેમના જ કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. ખોખરા વિસ્તારમાં કનુભાઈ રહે છે અને છેલ્લા સાતેક વર્ષથી શિવરજની ચાર રસ્તા પર આવેલા દીપકલા જંકશન સાડીના શો રૂમમાં નોકરી કરે છે. છેલ્લા બે મહિનાથી શોરૂમના શેઠ પ્રદીપ શાહ કનુભાઈને ટાર્ગેટ કરી ત્રાસ આપતા હોવાનો પણ તેઓએ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. 
સહેજ મોડુ થાય તો પગાર કાપી લેવામાં આવતો
કર્મચારીએ કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે આપઘાતનો પ્રયાસ કરનાર કનુભાઈ જો પાંચ મિનિટ નોકરીના સમયમાં મોડા પહોંચતા તો તેઓનો 25 ટકા પગાર અને જો નોકરી પર પહોંચવામાં વધુ મોડું થાય તો 50 ટકા પગાર શેઠ કાપી લેતા હતા. જ્યારે શનિવાર અને રવિવાર ફરજિયાત આવવા માટે કહેતા અને જો ના આવે તો સોમવારે નોકરી પર હજાર ગણતા નહિ. જોકે એક વાર કનુભાઈએ માલિક પ્રદીપભાઈને અપમાનિત શબ્દો ન બોલવા માટે નો કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.
નેતાગીરી કરીશ તો તારું જીવવું ભારે કરી દઈશ
તેમણે કહ્યું હતું કે તારે નોકરી કરવી હોય તો કર મારે તારી કોઈ જરૂર નથી, તુ બધાનો નેતાના બનતો નહીં તો તારું જીવવું ભારે કરી દઈશ, હું કોણ છું એ તેનું તને ભાન નથી, મારી ઊંચી ઊંચી લાગવગ છે તને અને તારા કામદારને અમદાવાદમાં રહેવું અઘરુ કરી દઈશ. માલિકની વાતોનું મનમાં લાગી આવતા કનુભાઈ મનમાં મુંજાતા રહેતા હતા. પરિવારને પણ કઈ જણાવતા નહિ. આખરે તેઓએ કંટાળીને એક્સપ્રેસ હાઇવે પર આવેલા એક ત્રિકોણીયા બગીચામાં જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 
કનુભાઈ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
25મી ફેબ્રુઆરીએ શેઠ પ્રદીપ શાહના ત્રાસ થી કનુભાઈ નામના કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારી આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને શેઠ પ્રદીપ શાહની ધરપકડ કરી હતી. કનુભાઈ 25મી તારીખથી એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યા મુજબ કનુભાઈ ને ગળાના ભાગે ઈજાઓ થતા તે બોલી શકતા ન હોવાથી મોડી ફરિયાદ નોંધાઈ છે પણ અગાઉ જાણવજોગ નોંધી તપાસ ચાલુ હતી. બીજીતરફ આરોપી પ્રતિષ્ઠિત વેપારી હોવાથી તેની દેખરેખ રાખવામાં પણ પોલીસ કોઈ કસર છોડવાની નથી અને લોકઅપની જગ્યાએ પોલીસ સ્ટેશનના રૂમમાં બેસાડી યોગ્ય સુવિધા આપતી નજરે પડી હતી.
કનુભાઈએ સ્યુસાઈટ નોટમાં શું લખ્યું?
હું કનુભાઈ.જી.પ્રજાપતિ સ્વેચ્છાએ આત્મ હત્યા કરું છું. જેમાં મારા પરિવારનો કોઈ વાંક નથી. હું આત્મહત્યા કરું છું તે માટે મારા માતાપિતા, બે ભાઈ, બે ભાભી અને પત્ની સહિત છોકરાઓનો કોઈ વાંક નથી. મેં પોલીસ કમિશ્નરને જાણ કરવા માટે લખ્યું છે કે મારા પરિવારજનો નિર્દોષ છે.તેમના પર કોઈ કાર્યવાહી કરવી નહીં, મારુ આત્મહત્યા કરવાનું કારણ મારા દુકાનના શેઠ દિપકલા જંક્શન સેટેલાઈટના પ્રદિપભાઈ શાહના ટોર્ચર અને હેરાનગતિથી હું આત્મહત્યા કરું છું. પોલીસ કમિશ્નરને જણાવવા માટે કે અમારા શેઠ ઉપર કડક પગલાં લેવા તથા ન્યાય અપાવવા વિનંતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

12મી માર્ચે વડાપ્રધાન મોદીની ગાંધીઆશ્રમમાં મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ, અભયઘાટ ખાતે સભાનો ડોમ ઉભો કરાયો