Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મતદાન પહેલાં AAP અને BJP ની દારૂ મહેફિલની તસવીરો થઇ વાયરલ

મતદાન પહેલાં AAP અને BJP ની દારૂ મહેફિલની તસવીરો થઇ વાયરલ
, શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (23:37 IST)
હાલ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં હવે ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના અંગત અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ૨૪ ના ઉમેદવાર દારૂ પાર્ટી કરતાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેના કારણે ભાજપ અને આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો ફરી એક ‌વખત સામ-સામે આવી ગયા છે.

હાલ સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ના અંગત અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 24 ના ઉમેદવારની એક તસવીર વાયરલ થઈ રહી છે. મતદાન પહેલા વાયરલ થયેલા ફોટાને કારણે ભાજપને ઝટકો લાગી શકે છે. જોકે, વાયરલ થયેલા ફોટા અંગે ઉમેદવારે ખુલાસો આપતા કહ્યું કે, આ ફોટો એડિટિંગ દ્વારા બનાવામાં આવ્યો છે, તેમણે આવી કોઈ દારૂની પાર્ટીમાં હાજરી આપી જ નથી.

સોમનાથ મરાઠે આ ફોટો ફેક હોવાનું કહી રહ્યાં છે. વાયરલ થયેલા ફોટા અંગે સોમનાથ મરાઠેએ ખુલાસો આપતા કહ્યું કે, આ ફોટો એડિટિંગ દ્વારા બનાવામાં આવ્યો છે, તેમણે આવી કોઈ દારૂની પાર્ટીમાં હાજરી આપી જ નથી. તેમજ તેઓએ આરોપ પણ મૂક્યો છે કે, આ ફોટો તેમના વિરોધી એવા આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર વિલાસ પાટીલ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. ફોટામાં હું પાર્ટી કરવા બેઠો છું તેવું ક્યાંય દેખાતું નથી. આમ મને અને મારી પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ અંગે અમે કોઇ પુષ્ટિ કરતા નથી.
[8:38 pm, 20/02/2021] Dushyant: ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ નેતાએ કર્યો નોટોનો વરસાદ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. મહાનગર પાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા તથા નેતાઓ છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવા માટે તમામ પ્રકારના અખતરા કરી રહ્યા છે. જામનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા ભાન ભૂલ્યા હતા. તેઓ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પૈસા ઉડાવતા જોવા મળ્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે પણ પોતાના મોટા નેતાઓને મેદાને ઊતાર્યા છે. કોંગ્રેસ નેતા લલીત વસોયાના વાયરલ થયેલા વીડિયોમાં કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યોની હાજરીમાં તેઓ નોટનો વરસાદ કરી રહ્યા છે. એમનો આ વીડિયો સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

ધારાસભ્યોની હાજરીમાં નોટનો વરસાદ કરી ક્યાંકને ક્યાંક તેઓ મતદારોને પ્રલોભન આપવાનો સીધો મેસેજ આપી રહ્યા હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. જામનગર જિલ્લાના કાલાવડના ખંઢેરા પંચાયત બેઠક તેમજ બેરાજા પંચાયત બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતાઓ ભાન ભૂલ્યા હતા.

કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તથા આગેવાનો પણ પૈસા ઉડાવતા હોવાનું જાણવા મળ્યું હતું. કોંગ્રેસના મોટા નેતા લલિત વસોયા, કોંગ્રેસ ધારાસભ્ય પ્રવિણ મુસડિયા, ખંઢેરા જિલ્લા પંચાયતના દીપક વસોયા ચૂંટણી પ્રચાર દરમિયાન નોટનો વરસાદ કરી રહ્યા હતા. જોકે, આ મુદ્દો હાલમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ કહ્યું હતું કે, કાલાવડ તાલુકો મારૂ વતન છે. બેરાજા બેઠક પર અમે પ્રચાર હેતું આવ્યા હતા. બેરાજા ગામના મારા સમર્થકો તથા મિત્રોના સંપર્કમાં ઘણા વર્ષોથી છું. આ આવેશમાં આવીને પૈસા ઉડાવ્યા હતા. જે પૈસા ઉડાવ્યા એ ગૌશાળાની બેન્ડ પાર્ટી માટેના હતા.

આ ફંડ ગૌશાળા માટે જાય છે. ગૌશાળામાં પૈસાનો ફાળો જાય એટલા માટે ઉડાવ્યા હતા. એક નજરે જોઈએ તો મારી આ ભૂલ છે અને એ ભૂલ હું સ્વીકારૂ છું. હા, હું મારી ભૂલને સ્વીકારી રહ્યો છું. પણ પૈસા તો ગૌશાળામાં જ જતા હતા. ગૌશાળા માટે જ અન્ય લોકો અને મારા મિત્રોએ પૈસા ઉડાવ્યા હતા. એ વાતનો સ્વીકાર કરૂ છું કે, આચારસંહિતાના ભંગ બદલ એમાં ફરિયાદ થાય તો ફરિયાદીની સજા ભોગવવાની મારી તૈયારીઓ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રદિપસિંહ જાડેજા આવતીકાલે વસ્ત્રાલ ખાતે કરશે મતદાન