કોઈ કંપનીના સીએમડીની સફળતા એમની યોગ્યતા કે અનુભવ પર નહીં, પણલોકો સાથે કેવી રીતે કામ લે છે એના પર નિર્ભર કરે છે. રિસર્ચ મીડિયા ગ્રુપ (આરએમજી)ના સ્થાપક શ્રી ચૈતન્ય જંગા એક એવાજ પ્રેરણાત્મક ઉદ્યોગપતિ છે, જેમનું વ્યક્તિતેવ સફળતાના અપેક્ષિત માનકોને પોતાનામાં સમાવ્યા છે. આરએમજીની સ્થાપના 1992માં એમબીએ પોસ્ટ ગ્રેજ્યુએટ શ્રી ચૈતન્ય જંગાએ કરી હતી. છેલ્લા થોડા વરસોમાં ગ્રુપે અનેક માઇલ સ્ટૅન પાર કર્યા છે. શ્રી જંગા આંધ્ર પ્રદેશના ફિલ્મ અને ટેલિવિઝન પ્રચાર પરિષદના અધ્યક્ષ અને રાજ્ય ફિલ્મ ચેમ્બર ઑફ કૉમર્સના જોઇન્ટ સેક્રેટરી પણ છે. હૈદરાબાદ પછી મુંબઈમાં લોખંડવાલામાં એમની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની મેજિક મંત્રાની શરૂઆત કરી.
મેજિક મંત્રાની અત્યાર સુધીની સફર અંગે ચૈતન્ય જંગાએ જણાવ્યું કે, આ ત્રણ દાયકાની યાત્રા છે, આ સમયગાળા દરમ્યાન આરએમજી અનેક ક્ષેત્રોમાં એક ગ્રુપ તરીકે ઊભરી આવી છે. એની સહાયકઇવેન્ટ મેનેજમેન્ટ કંપની મેજિક મંત્રાની સ્થાપના 2009માં કરાઈ હતી. એની શરૂઆત નાના પાયે થઈ હતી પણ એનું વિઝન મોટું હતું. એનું લક્ષ્ય બજારમાં ટોચ પર રહેવાનું હતું. હાલ એનું ટર્નઓવર 572 કરોડ રૂપિયાછે અને ભવિષ્યમાં 1000 કરોડ રૂપિયાને પાર કરવાનું લક્ષ્ય છે.
જંગાએ જણાવ્યું, 10 વરસનો સમયગાળો નાનો કહેવાય, પરંતુ વ્યાપારની દુનિયામાં આ ગાળો ઘણો મોટો કહેવાય. આ શબ્દ મેજિક મંત્રા માટે સૌથી યોગ્ય છે, જેણે મીડિયા, વિજ્ઞાપન, જનસંપર્ક સહિતના ક્ષેત્રમાં સેવા આપવા ઉપરાંત સેંકડો કોર્પોરેટ ઇવેન્ટનું આયોજન કર્યું. એક દાયકા અગાઉ મુકેલું નાનકડું કદમ દેશ અને વિદેશ બંનેમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે મોટી છલાંગ હતી.
તાજેતરમાં કંપનીએ વિશાખાપટ્ટનમમાં ટોયોટાની નવી કાર યારિસ અને ગ્લાંઝાના લૉન્ચિંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મેજિક મંત્રાના ક્રિએટિવ હેડ શ્રી લોહિત કુમાર અને શ્રી શન્ની, સીએફઓ લંકા નારાયણ રાવે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પીવી વર્માએ કહ્યું કે, સફળતાથી ઉત્સાહિત મેજિક મંત્રા હવે દુબઈ, અમિરાત અને અન્ય સાત દેશો સહિત અનેક મોટા દેશોમાં મોટા પાયે કાર્યક્રમનું આયોજન કરવાની યોજના બનાવી છે. આ આયોજનમાં બૉલિવુડ અને ટૉલિવુડની અનેક હસ્તિઓ ભાગ લેશે. ગ્રાહકના બજેટ અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખી કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી નજર રાખવી અમારી પ્રતિબદ્ધતા છે.
આરએમજીની મિસ સેલિબ્રિટી (આંતરરાષ્ટ્રીય) 2020 ટૂંક સમયમાં મુંબઈ કે નવી દિલ્હીમાં મોટા પાયે આયોજિત કરાશે. આ કાર્યક્રમમાં દુનિયાભરના 40 દેશોની આંતરરાષ્ટ્રીય હસ્તીઓ એક મંચ પર આવશે. આ એક શાનદાર કાર્યક્રમ હશે અને એના કારણે ભારતીય પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. કંપનીના સીઇઓ હરિ લીલા પ્રસાદે કહ્યું, અમે કોર્પોરેટ કાર્યક્રમો, સંમેલનો વગેરેની વિષેષજ્ઞ છીએ. ડેસ્ટિનેશન, ફંડ રેઝર ઇવેન્ટ્સ, ફેસ્ટિવલ પાર્ટીઝ, થીમ્ડ ઇવેન્ટ્સ, શિલાન્યાસ સમારોહ, સરકારી સ્તરના કાર્યક્રમો, ટીવી અને ફિલ્મ ઍવોર્ડ્સ ફંક્શન, લગ્ન, મીડિયા અને પીઆર ઇવેન્ટ્સનું પણ આયોજન કરે છે.