Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ભરતી પરીક્ષાઓનો હોબાળો યથાવત: PGVCl, DGVCl, MGVCLની ભરતી પરીક્ષા રદ

ગુજરાતમાં ભરતી પરીક્ષાઓનો હોબાળો યથાવત: PGVCl, DGVCl, MGVCLની ભરતી પરીક્ષા રદ
, શનિવાર, 14 ડિસેમ્બર 2019 (15:18 IST)
ગુજરાતમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાનાં હોબાળો હજુ શમ્યો નથી, ત્યારે વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. સરકારી વીજ કંપની સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ ભરતી પરીક્ષા 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્ક માટેની હતી. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે.

જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.આ ભરતીનાં ફોર્મ વર્ષ 2018નાં જુલાઇ મહિનામાં ભરાવવામાં આવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી 500 રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે.  થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે. સૂત્રો પાસેથી જાણવા મળી રહેલી વિગત પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે.આ પરીક્ષા રદ કરવા પાછળ સરકારે કારણ આપ્યું છે. સરકારે EWSના ક્વોટાના નિયમના અમલવારીના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં જન્મદિવસની પાર્ટીમાં તલવારથી એકસાથે 18 કેક કપનારા યુવકની ધરપકડ