Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AMC દ્વારા ૬૨૦૦ કરાર આધારિત સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના અપાયા આદેશ

AMC દ્વારા ૬૨૦૦ કરાર આધારિત સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના અપાયા આદેશ
, શનિવાર, 25 જાન્યુઆરી 2020 (11:03 IST)
લેબર એક્ટ મુજબ સફાઇ કામદારોને તમામ અધિકારો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં ગટર સફાઇની કામગીરીમાં સંપૂર્ણ મીકેનીઝમનો ઉપયોગ કરવા સરકાર કટિબદ્ધ છે તેમ, ગુજરાતની ત્રણ દિવસની સમીક્ષા મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ નવી દિલ્હીના અધ્યક્ષ મનહર ઝાલાએ જણાવ્યું હતું. 
 
આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સફાઇ આયોગના અધ્યક્ષના હસ્તે રાજ્ય કક્ષાએ સફાઇ કામદારો અને તેમના આશ્રિતો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ૬૨૦૦ કરાર આધારિત સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના આદેશો અપાયા હતા.
 
સફાઇ આયોગના અધ્યક્ષ મનહર ઝાલાએ જણાવ્યું હતું કે, રાજ્યના સફાઇ કામદારોનું સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તર વધુ સુધરે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ નવા આયામો હાથ ધરવામાં આવ્યા છે. લેબર એકટ હેઠળ તમામ કરાર આધારીત સફાઇ કર્મચારીઓને તેમનાં કરેલ કામનાં સામે પુરૂ મહેનતાણું, નિયમાનુસાર ઇ.પી.એફ. તેમજ વીમો મળે તે અંગે સંબંધિતોને તાકિદ કરવામાં આવી હતી. 
 
આ ઉપરાંત મહાનગરપાલિકાઓ/નગરપાલિકાઓ/પંચાયત/નિગમ/બોર્ડ તથા અન્ય સરકારી એજન્સીઓ કે જયાં વર્ગ-૪નાં સફાઇ કર્મચારીઓ માટે દર અઠવાડિયે ફી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવા તથા મહિલાઓ માટે ચેન્જીંગ રૂમની વ્યવસ્થા સત્વરે ઉભી કરવા જણાવાયું છે.  
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીડેવલોપમેન્ટ પ્રોજેકટ હેઠળ અમદાવાદ ખાતે વિજય મીલ મ્યુ. હેલ્થ સ્ટાફ કવાટર્સ ખાતે બ્લોક નંબર -૧ થી બ્લોક નંબર-૭ જેમાં કુલ-૯ર મકાનો જર્જરીત હાલતમાં હતાં જેને પાડી તેની જગ્યાએ નવા આર.સી.સી. વાળા પાકા મકાનો બાંધવાની કામગીરી ચાલુ છે.  
 
આ ઉપરાંત મહાનગરપાલિકા/નગરપાલિકા/બોર્ડ તથા અન્ય એજન્સીઓ જેમાં સફાઇ કર્મચારીઓનું શોષણ ન થાય અને તેમને પુરતું માનદ વેતન, અન્ય રજાઓ મળી રહે, સફાઇ કર્મચારીએ એક પ્રકારનો સૈનિક છે જેથી તેમનું નવું નામ ‘સ્વચ્છતા યોગી’તરીકે સંબંધોન કરવા, મહાનગરપાલિકા/નગરપાલિકા/પંચાયત/બોર્ડ તથા અન્ય એજન્સીઓમાં કામ કરતાં વર્ગ-૪નાં કર્મચારીઓ અન ફીટ કરી તેમની જગ્યાએ વારસાગત પ્રથા ચાલુ કરવા, મહાનગરપાલિકા/ નગરપાલિકા / પંચાયત / બોર્ડ તથા અન્ય સરકારી એજન્સીઓમાં કામ કરતાં સફાઇ કર્મચારીઓને બઢતીનો લાભ મળી રહે તે માટે રોસ્ટર પધ્ધતિનો અમલ કરવા, તમામ કર્મચારીઓ માટે જેઓ સફાઇને લગતું કામ કરતાં હોય તેમને સફાઇ કામગીરીની આધુનિક કીટ પુરી પાડવા, સરકારનાં પુનઃવસન માટે તથા વીમાને લગતી અન્ય યોજનાઓનો લાભ સફાઇ કર્મચારીઓને સત્વરે મળી રહે તેવા સફાઇ કામદાર હિતલક્ષી વિવિધ સૂચનો આયોગના અધ્યક્ષ દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવ્યા હતા. 
 
ગુજરાતની મુલાકાત દરમિયાન આયોગે અમદાવાદ અને ગાંધીનગર ખાતે સફાઇ કર્મચારીઓ સાથે મુલાકાત કરીને તેમના પ્રશ્નો અને તેના ઉકેલ માટે ચર્ચા વિચારણા કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપ સરકાર“સારા નહી પણ મારા”કુલપતિને પસંદ કરવાની કવાયત કરી: કોંગ્રેસ