Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છની ધરા ફરી 4ની તિવ્રતાના આંચકાથી ધ્રુજી ઉઠી

earthquake
, ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (09:21 IST)
એકજ સપ્તાહમાં કચ્છની ધરા ફરી 4ની તીવ્રતાના આંચકાથી ધ્રૂજી ઊઠી. સવારે 8:6 મિનિટે જોરદર અવાજ સાથે આંચકો આવતા ખાવડા અને આસપાસના ગામોમાં ગભરાટ ફેલાયો. દુર્ગમ ખાવડાથી 30 કિલોમીટર દૂર પાક. સરહદે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું.
 
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા વધુ અનુભવાઈ રહ્યા છે. જ્યાં ગત 28 જાન્યુઆરીના રોજ 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાં ફરી એક જ સપ્તાહમાં બીજી વાર કચ્છની ધરા આંચકાથી ધ્રુજી ઉઠી છે. આજે પણ દુર્ગમ ખાવડાથી 30 કિલોમીટર દૂર પાક. સરહદે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4ની નોંધાઈ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજેટ સત્ર લાઈવઃ આજે સંસદમાં રજૂ થશે દેશનું વચગાળાનું બજેટ, શું હશે ખાસ? દરેક અપડેટ વાંચો