Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં બર્ડ ફ્લુનો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથીઃ પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયા

ગુજરાતમાં બર્ડ ફ્લુનો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથીઃ પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયા
, બુધવાર, 6 જાન્યુઆરી 2021 (15:22 IST)
દેશમાં કોરોનાની અસર વચ્ચે  રાજ્યોમાં બર્ડ ફ્લૂની અસર વધી રહી છે. સમગ્ર દેશમાં 10 દિવસમાં 4.84 લાખ 775 પક્ષીનાં મોત થયાં છે. 4 રાજ્યમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.  રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. હરિયાણામાં રિપોર્ટ આવવાનો બાકી છે. અહીં 10 દિવસમાં 4 લાખ મરધીનાં મોત થઈ ચૂક્યાં છે.
webdunia

ગુજરાતમાં 53 પક્ષીનાં મોત થયાં છે, જોકે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ નથી. દિલ્હી અલર્ટ પર છે. ત્યારે ગુજરાતના પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે રાજ્યમાં બર્ડ ફ્લુનો એક પણ કેસ નોંધાયો નથી. ભારત સરકારની સૂચના પ્રમાણે બધાને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. 
તેમણે એવું પણ કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 55 જેટલા પક્ષીઓની મૃત હાલતમાં બોડી મળી હતી.પ્રાથમિક તપાસમાં પોઈઝનથી મોત થયા હોવાનુ જાણવા મળ્યુ છે
. તે ઉપરાંત સુરત પાસે ચાર પક્ષીઓના મોત થયાં છે. જો કે રાજ્યમાં હજી સુધી કોઈ શંકાસ્પદ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ક્યાંય કોઈ ચિંતાનું કારણ નથી. આ રોગ માટે દવાઓ અને વેક્સિનેશન અંગેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.  જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવાના ખારા ડેમ પાસે રેવન્યુ વિસ્તારમાં ટીટોડી, બગલી, બતક, નકટો સહિતના ૫૩ જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર પ્રસરી છે. આ અંગે વનવિભાગે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર માણાવદર તાબાના બાંટવા નજીકના ખારા ડેમ પાસેના રેવન્યુ વિસ્તારમાં પક્ષીઓના મૃતદેહ પડયા હોવાની મળેલ બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી ટીટોડી - 46, બગલી - 3, નકટો -1, બતક -3 મળી કુલ 53 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે આર. એફ.ઓ. એ.એ. ચાવડાએ જણાવેલ કે, ઘટનાનું પ્રાથમીક નિરિક્ષણમાં કોઈ રોગચાળા ના કારણે એક સાથે આટલા મોટા પ્રમાણમાં પક્ષીઓનું મોત થયાની પુરી શકયતા છે. જો કે મોતનું સાચું કારણ જાણવા પક્ષીઓના મૃતદેહનું પીએમ અને લેબોરેટરી કરાવવા માટે વેટેનરી તબીબને કાર્યવાહી કરવા જાણ કરાઇ છે.ટીટોડી, બગલી, નકટો, બતક સહિતના 53 મૃતદેહ મળી આવ્યાનું જણાવ્યું હતું. આ પક્ષીઓના મોત રોગચાળાથી થયું હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળે છે આ અંગે વન વિભાગે સાચું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sarkari Naukri 2021- તમને આ ત્રણ નોકરીમાં લાખો રૂપિયાનો પગાર મળશે, જલ્દી અરજી કરો