Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓફલાઈન કેવી રીતે ઉપયોગ કરશો Google Maps

ઓફલાઈન કેવી રીતે ઉપયોગ કરશો   Google Maps
નવી દિલ્હી. , સોમવાર, 28 માર્ચ 2022 (12:19 IST)
જો તમે ક્યાક યાત્રા કરી રહ્યા છો તો ગૂગલ મેપ્સ તમારે માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. જેના દ્વારા તમે રસ્તાઓની માહિતી લઈ શકો છો. ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ઈંટરનેટ કનેક્શન હોવુ જરૂરી છે. જો કે દરેક સ્થાને ઈંટરનેટ સર્વિસ સારી રીતે કામ કરે એવુ જરૂરી નથી. જેનુ પરિણામ એ હોય છે કે આપણે ગૂગલ મૈપ્સનો ઉપયોગ કરતા ક્યાય પણ વચ્ચે અટકી શકીએ છીએ. 
 
પરંતુ આ સમસ્યાનો સામનો કરવા માટે ગૂગલે આ એપમાં તમારા માટે એક સુવિધા પણ આપી છે. તમે આ નકશા સુવિધાનો ઑફલાઇન પણ ઉપયોગ કરી શકો છો. તમે આ એપ્લિકેશનમાં કોઈપણ વિસ્તારનો નકશો ડાઉનલોડ કરી શકો છો જેથી કરીને તમે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ તેનો ઉપયોગ કરી શકો. તમે આ સ્ટેપ્સ ફોલો કરીને આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.
 
Android ઉપકરણો માટે ઑફલાઇન નકશા કેવી રીતે ડાઉનલોડ કરવા
1. તમારા Android ફોન અથવા ટેબ્લેટ પર Google Maps એપ્લિકેશન ખોલો
2. જ્યારે ઇન્ટરનેટથી કનેક્ટ હોય ત્યારે Google Mapsમાં સાઇન ઇન કરો
3. તમે જે સ્થાન પર જવા માંગો છો તે શોધો
4. ચોક્કસ સ્થાન અથવા સરનામું શોધ્યા પછી, Download offline Map પર ટૅપ કરો
 
iOS પર ઑફલાઇન નકશા કેવી રીતે ડાઉનલોડ કરશો 
 
1. તમારા iPhone અથવા iPad પર Google Maps ઍપ ખોલો
2. આ સમયે તમારુ ડિવાઈસ ઇન્ટરનેટથી કનેક્ટ થયેલું હોવું જોઈએ અને તમારે Google નકશામાં સાઇન ઇન કરવું જરૂરી છે
3. તમે જે શહેર અથવા સ્થળ પર જવા માંગો છો તે શોધો
4. સૌથી નીચે તે ચોક્કસ સ્થળનું નામ અથવા સરનામું લખો અને વધુ પર ટૅપ કરો
5. ત્યારબાદ  Download offline Map પસંદ કરો
 
 
આ રીતે ઓફલાઈન મૈપ ડાઉનલોડ કર્યા બાદ તમે ઈંટરનેટ કનેક્શન ન હોવાનો સ્લો થવા પર પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ સુવિદ્યા દ્વારા તમે ડાઉનલોડ કરવામાં આવેલ મેપનો ઉપયોગ ઠીક એ જ રીતે કરી શજશો જે રીતે ઈંટરનેટ કનેક્શન ચાલુ રહેતા કરો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં બન્યો ભારતનો પ્રથમ 'સ્ટીલ રોડ', 6 લેનનો 1 KM લાંબો રોડ