Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

'ચાર ચાર બંગડી વાળી ગાડી' ગીત ગાનાર કિંજલ દવેને કોર્ટની નોટિસ

Kinjal daveૢ ચાર ચાર બંગડી વાળી ગાડી' ગીત ગાનાર કિંજલ દવે
, મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (13:20 IST)
'ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ' ગીતની ગાયિકા કિંજલ દવેને આ ગીત મામલે ફરીથી કોર્ટની નોટિસ મળી છે. નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગીતના કોપીરાઇટ મામલે કિંજલને આ નોટિસ મળી છે. ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી કોર્ટમાં ગીતના કોપીરાઇટ મામલે દાવો કર્યો છે. આ મામલે સિટી સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં કિંજલ દવેએ આ મામલે ફરીવાર કોર્ટમાં ખુલાસો કરવો પડશે. આ મામલે અગાઉ કોમર્શિયલ કોર્ટમાં કેસ થયો હતો. આ સમયે કોર્ટે યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરવાનું ફરમાન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના યુવકની દલીલ બાદ કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને આ ગીત ગાવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટના આદેશ બાદ કિંજલ દવેએ જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાવાનું બંધ કરી દીધું હતું, એટલું જ નહીં યુ-ટ્યુબ પરથી આ ગીતની સામગ્રી હટાવી લેવામાં આવી હતી. કિંજલ દવેએ દાવો કર્યો હતો કે આ ગીત તેના તરફથી નહીં પરંતુ સ્ટુડિયોની યુ-ટ્યુબ ચેનલ પરથી અપલોડ કરવામાં આવ્યું છે. જોકે, આ મામલે વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેની અરજી બાદ રાહત આપતા કોમર્શિયલ કોર્ટના ગીત ગાવા પરના પ્રતિબંધને હટાવી લીધો હતો.ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે આ ગીત પર કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટનો દાવો કર્યો હતો. તેણે કહ્યું છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું પણ છે. જેની કિંજલ દવેએ નકલ કરી છે. અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં થોડા ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં ‘પાદ સ્પર્ધા’ નિષ્ફળ, શરમ છોડી સ્ટેજ પર આવ્યા પણ નીકળી ગઇ ‘હવા’