Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

સુરતમાં બહેનને નવજીવન આપવા 37 વર્ષના ભાઈએ કિડની આપી

સુરતમાં બહેનને નવજીવન
, બુધવાર, 4 ઑગસ્ટ 2021 (09:09 IST)
રક્ષાબંધનના પર્વ પહેલા જ એક ભાઈએ પોતાની બહેનને કિડની ડોનેટ કરી જીવનની રક્ષાની અમૂલ્ય ભેટ આપી છે.વ્યારાના 42 વર્ષીય લતાબેનની 4 વર્ષ અગાઉ કિડની ફેલ થઈ જતા છેલ્લા દોઢ વર્ષથી તેઓ ડાયાલિસિસ કરાવતા હતા. મેટાસ હોસ્પિટલના ડો. વત્સા પટેલે લતાબેનને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. બારડોલી ખાતે રહેતા લતાબેનના 37 વર્ષીય ભાઇ હિતેશભાઈની કિડની મેચ થતા તેઓ ડોનેટ કરવા તૈયાર થયા હતા. 27 જુલાઈએ ડો.વત્સા પટેલ, અનિલ પટેલ, યુરોલોજીના ડો. ચિરાગ પટેલ સહિતની 50 સભ્યોની ટીમ દ્વારા પ્રથમ સફળ લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.બહેનને કિડનીની ભેંટ આપનાર હિતેશભાઈએ જણાવ્યું હતું કે એક કિડની દ્વારા પણ હું સામાન્ય જીવન જીવી શકું તેમ છતા બહેને ચિંતા વ્યક્ત કરી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલાં તબીબે પણ મને પુછ્યું હતું ત્યારે મે તેમને કહ્યું હતું કે રક્ષાબંધન આવે છે અને મારી બહેન માટે આનાથી વિશેષ રક્ષાબંધનની કઈ ભેંટ હોય શકે કે મારી કિડની મારી બહેનને નવુ જીવન આપવા માટે ઉપયોગી થઈ તે માટે હું પોતાને નસીબદાર માનું છું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધૈર્યરાજ જેવી જ ગંભીર બીમારીનો ભોગ બન્યો કોડીનારનો વિવાન, મદદ માટે પરિવારજનો ગાંધીનગર પહોંચ્યા