Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

બેદરકરીથી જ આવી હતી બીજી લહેર IMA એ ઉત્તરાખંડથી કરી કાંવડ યાત્રા પર રોક લગાવવાની માંગણી

kavad yatra
, મંગળવાર, 13 જુલાઈ 2021 (14:38 IST)
ઉત્તરાખંડ સરકારએ શ્રાવણ મહીનામાં થનારી કાંવડ યાત્રાને પરમિશન આપવાનો વિચાર કરવાની વાત બોલી. આ વચ્ચે સીએમ પુષ્કર સિંહ ધામીને પત્ર લખીને ઈંડિયન મેડિકલ એસોસિએશનએ કાંવડ યાત્રાને મંજૂરી ન આપવાની માંગણી કરી છે. આઈએમએની ઉત્તરાખંડ યૂનિટએ કહ્યુ કે આવુ કરવાથી કોરોના ત્રીજી લહેરનો સામનો કરવું પડી શકે છે. આઈએમએ ઉત્તરાખંડના સચિવ અજય ખન્નાની તરફથી આપેલ પત્રમાં કહ્યુ છે અમારી તમારાથી અપીલ છે કે કાંવડ યાત્રાને મંજૂરી ન આપવી. દેશના બધા એક્સપર્ટસએ કહ્ય છે કે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. 
 
ઈંડિયન મેડિકલ એસોસિએશનએ કહ્યુ કે દેશમાં કોરોનાની પ્રથમ લહેરના નબળા પડ્યા પછી અમે બેદરકારી કરવી શરૂ કરી દીધુ હતું. અમે કેંદ્ર સરકારની તરફથી નક્કી કરેલ ગાઈડલાઈંસને ફોલો કરવું બંદ કરી નાખ્યુ હતું અને તેના કારણે જ બીજી લહેરએ દસ્તક આપી હતી. જેના કારણે તીવ્રતાથી કેસોમાં વધારો થયું હતું. તે દરમિયાન અમે મોટી સંખ્યામાં તેમના પરિજનને ગુમાવ્યુ હતું અને હવે એક વાર ફરી આવુ સંકટ પેદા થઈ શકે છે. 
 
રાજ્યમાં કાંવડજ યાત્રીઓને ન મળે એંટી નહી તો આવશે ત્રીજી લહેર 
એસોસિએશનએ કહ્યુ પાછલા અનુભવોથી શીખવા અમે કાવડ યાત્રીઓને ઉત્તરાખંડની સીમામાં એંટ્રીની પરવાનગી નહી આપવી જોઈએ. અમે રાજ્યને કોરોનાની ત્રીજી લહેરથી બચાવીને રાખવુ પડશે અહીં સુધી કે એપીએમ નરેન્દ્ર મોદીએ પણ કોરોનાથી બચાવ માટે નિયમોનો પાલન ન કરવાને લઈને ચિંતા જાહેર કરી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેક્સીનેશન સેન્ટર પર ભાજપના કોર્પોરેટરનો હંગામો, કર્મચારીઓને ધમકાવ્યા તો તે સેંટર બંધ કરીને જતા રહ્યા