Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરવાચોથ પર પત્નીની મૃત્યુ થવાથી પતિ દરરોજ 200 લોકોને ભોજન આપે છે

કરવાચોથ પર પત્નીની મૃત્યુ થવાથી પતિ દરરોજ 200 લોકોને ભોજન આપે છે
, સોમવાર, 25 ઑક્ટોબર 2021 (10:51 IST)
પતિ -પત્નીનો સંબંધ સાત જન્મનો  હોય છે. આ પ્રેમનુ બંધન છે આવી જ એક ઉદાહરણ વડોદરાથી સામે આવી છે. કરવા ચોથના દિવસે થઈ પત્નીની  મોત તેથી તેમનો પતિ 200 લોકોને ભોજન આપે છે. 
 
વડોદરમાં એક પતિએ તેમની પત્ની ની મૃત્યુ પછી તેમની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે રોજ 200 લોકોને ભોજન આપે છે. 
દેશમાં મહિલાઓ કરવાચોથનું વ્રત કરી પતિના આયુષ્ય માટેની કામના કરે છે. જોકે કરવાચોથે બીમારીથી મૃત્યુ પામેલી પત્નીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માંજલપુરના આધેડ 4 વર્ષથી સામાન્ય લોકોને જમાડીને સેવા કરે છે. પોતે દિવસે સામાન્ય લારી ચલાવી તેની આવકથી ગરીબ-નિઃસહાય લોકોને બે સમયનું ભોજન આપે છે. માંજલપુર ખાતે રહેતા અને કુબેરભવન પાછળ સેવઉસળની લારી ચલાવતા 58 વર્ષના દિનેશભાઇ શર્માએ સયાજીમાં આવતા દર્દીનાં પરિવારજનોને જમવાની તકલીફ ન પડે એ માટે રોજ 200 લોકોને જમાડવાની વ્યવસ્થા ઊભી કરી છે. ગંભીર બીમારીથી પીડાતાં તેમનાં પત્ની અનિતાબેન શર્માની સારવારમાં તેમની દુકાન અને મકાન વેચાયું હતું. 8 વર્ષની સારવાર બાદ વર્ષ 2015ના 10 મહિનામાં કરવાચોથે તેમની પત્નીએ અંતિમ શ્વાસ લીધા. સારવારના અંતિમ દિવસોમાં અનિતાબેને સયાજીમાં આવતા અન્ય દર્દીનાં પરિજનોને પડતી પરેશાની જોઈ પતિ દિનેશભાઇ શર્માને આ લોકો માટે જમવાની વ્યવસ્થા થઈ શકે તો એ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પત્નીની ઈચ્છાને દિનેશભાઈએ જીવનનો મંત્ર બનાવ્યો અને પોતે દિવસ દરમિયાન જે પણ કમાણી કરે એને નિરાશ્રિતો અને નિઃસહાય લોકોના જમવા પાછળ ખર્ચવાની નેમ લીધી. પરિવારમાં 4 પુત્રીની જવાબદારી સાથે દિનેશભાઇ શર્માએ આ કાર્ય ઉપાડ્યું અને 4 વર્ષથી તેઓ સવારે 75 લોકો અને સાંજે 125થી 150 લોકોની આંતરડી ઠારે છે. તેમણે શ્રીકૃષ્ણ વાસુદેવાય સેવા ટ્રસ્ટ બનાવ્યું છે. સેવાયજ્ઞમાં તેમની 4 પુત્રી અને 2 જમાઈ પણ જોડાયાં છે. પંચમુખી હનુમાનજીના મંદિર સામે સવારે બે રોટી અને લસણની ચટણી અને સાંજે કઢી, ખીચડી કે દાળભાત તેમજ શાક અને રોટલી રાખે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે માવઠાની આગાહી, આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે