Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાથી મરનારાઓના કફન ચોરી કરીને વેચનારાઓનો ટોળકી ઝડપાઈ, નવા ટૈગ લગાવીને કરતા હતા રીસેલિંગ

કોરોનાથી મરનારાઓના કફન ચોરી કરીને વેચનારાઓનો ટોળકી ઝડપાઈ, નવા ટૈગ લગાવીને કરતા હતા રીસેલિંગ
, સોમવાર, 10 મે 2021 (17:55 IST)
કોરોના સંકટમાં જેના હાથમાં જે આવી રહ્યુ છે તે લૂટવામાં લાગ્યો છે. પણ યુપીના બાગપત તો એવો મામલો સામે આવ્યો છે, જે હેરાન કરનારો છે.  અહી પોલીસે એવા ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે કોરોનાથી મરનારા મડદાં નુ કફન ચોરી કરી રહ્યા હતા. પછી તેને સસ્તા ભાવ પર વેપારીઓને વેચી રહ્યા હતા.  પોલીસે આ ટોળકીના 7 સભ્યોની ધરપકડ કરી છે. 
 
ઉત્તરપ્રદેશના બાગપતનો આ આખો મામલો છે. કોરોનાથી મરનારાના અંતિમ સંસ્કાર કરવા માટે ખૂબ જ સાવધાની રાખવામાં આવે છે.  તેમની આસપાસ કોઈ હોતુ નથી. તેમની પાસે પડેલા સામાનને પણ કોઈ અડતુ નથી. તો બીજી બાજુ આ ટોળકી અંતિમ સંસ્કાર દરમિયાન તેમના કફન, કપડા અને અન્ય સામાન ચોરી કરી લેતા હતા. 
 
બાગપતના જનપદની કોતવાલી પોલીસ આવા 7 આરોપીઓની ધરપકડ કરી છે, જે સ્મશાન અને કબ્રસ્તનમાં દીવાલ ઓળંગીને મડદાંના કપડા અને કફન ચોરી કરતા હતા. જ્યારબાદ તેમના પર બ્રાંડેડ કંપનીઓના સ્ટીકર લગાવ્યા પછી તેમને મોંઘા ભાવ પર વેચી દેતા હતા.  જેનાથી લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો પણ વધી ગયો હતો. 
 
ઉલ્લેખનીય છે કે ટોળકીના આ લોકોનુ કામ વેપારીઓને ચોરીનુ કફન અને કપડા પહોચાડવાનુ હતુ.  જ્યારબાદ ખરીદનારા વેપારી તેના પર મોટી મોટી કંપનીઓનુ સ્ટીકર ચોટાડી દેતા હતા. પોલીસે આવા વેપારીઓની ધરપકડ કરી લીધી છે.  પોલીસે પકડેલા આરોપીઓ પાસેથી 520 મડદાની ચાદર, 127 કુરતા, 140 સફેદ વસ્ત્ર સહિત સ્ત્રીઓના પણ કપડા જપ્ત કર્યા છે. જેમા કોરોના સંક્રમિત દરદીઓના કપડા અને કફનનો સમાવેશ છે. આ ઉપરાંત પોલીસે બ્રાંડેડ કંપનીના પેકિંગ રિબન અને સ્ટીકર પણ આરોપીઓની નિશાનદેહી પર જપ્ત કર્યા છે. 
 
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે ફરિયાદ મળ્યા પછી કાર્યવાહી કરવામાં આવી. એક દુકાનમાંથી કેટલાક લોકો કપડાનો વેપાર કરે છે, તે સ્મશાન ઘાટથી મૃત વ્યક્તિઓના કપડા ચોરીને ઘોઈને અને ફરીથી તેના પર નકલી સ્ટિકર લગાવીને ગ્વાલિયરની કોઈ કંપનીને વેચી રહ્યા હતા.  ફરિયાદ પછી પોલીસે પ્રવીણકુમાર જૈન, આશિષ કુમાર જૈન, ઋષભ જૈન સાથે ચાર અન્યની ધરપકડ કરી છે, તેમની પાસેથી મોટી સંખ્યામાં મડદાના કપડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેના પર નવા ટૈગ લગાવ્યા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BNP Recruitment 2021- બેંક નોટ પ્રેસમાં 131 પદો પર ભરતી જુઓ ડિટેલ્સ