Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

sardar sarovar
, શનિવાર, 14 સપ્ટેમ્બર 2024 (17:31 IST)
રાજપીપળા. મઘ્યપ્રદેશમાં છોડવામાં આવેલા પાણીને કારણે ગુજરાતના સરદાર સરોવર બાંધનુ જળસ્તર શનિવારે 136.43 મીટર પર પહોચી ગયુ.  અધિકારીઓએ જણાવ્યુ કે જળાશય ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર છે 
 
પૂરથી લગભગ સાઢા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાની સાથે જ ભરૂચ જીલ્લાના અધિકારીઓએ નર્મદા નદિના કિનારે વસેલા ગામ અને નીચલા વિસ્તારમાં રહેનારા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.  
 
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓએ જણાવ્યુ કે નર્મદા જીલ્લાના કેવાડિયામા આવેલ સરદાર સરોવર પૂરનુ જળસ્તર 136.43 મીટર પહોંચી ગયુ છે. જે વર્તમાન સત્રમાં સૌથી વધુ છે. બાંધનુ પૂર્ણ ભંડારણ ક્ષમતા 136.43 મીટર છે. 
 
એસએસએનએનએલ  મુજબ, સરદાર સરોવર ડેમમાં સરેરાશ 4.37 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે, જેના કારણે સત્તાવાળાઓને લગભગ 3.45 લાખ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી છે.
 
ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટે શુક્રવારે રાત્રે 'X' પર એક પોસ્ટમાં, નર્મદા નદીની નજીકના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરી કારણ કે ડેમમાંથી પાણી છોડવાને કારણે નદીમાં પાણીનું સ્તર વધ્યું છે.
 
જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, “હાલમાં સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 3.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદા 20.20 ફૂટના સ્તરે વહી રહી છે, જે ચેતવણીના સ્તર (22 ફૂટ)ની નજીક છે. તેથી, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવે છે.
 
સરદાર સરોવર પ્રોજેક્ટ એ ભારતની સૌથી મોટી જળ સંસાધન યોજનાઓમાંની એક છે, જે ચાર મોટા રાજ્યો – મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનને પાણી પૂરું પાડે છે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં 18.5 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 2.4 લાખ હેક્ટર જમીનને સિંચાઈ કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, આ ડેમના કારણે ત્રણ કરોડ લોકોને પીવાનું પાણી મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ