Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં સિનિયર ડોક્ટરોની હડતાળને જુનિયર ડોક્ટરોએ ટેકો જાહેર કર્યો

ગુજરાતમાં સિનિયર ડોક્ટરોની હડતાળને જુનિયર ડોક્ટરોએ ટેકો જાહેર કર્યો
, ગુરુવાર, 6 મે 2021 (13:10 IST)
કોરોનાકાળમાં સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે સરકાર ત્વરિત નિર્ણય લે તેવી માંગ કરી છે. સાથે જ સાતમા પગાર પંચના લાભથી પણ સરકારી તબીબો વંચિત છે. એવામાં તેમણે અલગ અલગ 15 માંગણીઓ મામલે સરકારને આવેદનપત્ર આપ્યા છતાં અસરકારક પગલાં નથી લેવાયા. ત્યારે હવે આ તબીબોએ હડતાલ પર જશે તેવા સંકેતો આપ્યાં છે ત્યારે હવે તેમની સાથે જુનિયર ડોક્ટરો પણ જોડાશે. 

 
જુનિયર ડોક્ટર એસોસિએશને જણાવ્યું હતું કે રાજયના સરકારી તબીબો, શિક્ષકો છેલ્લા એક વર્ષથી સરકારની સાથે કોરોનાને મ્હાત આપવા તનતોડ મહેનત કરી રહ્યાં છે. રાત કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને જોયા વિના અવિરત ફરજ બજાવી છે. પરંતુ આ કોરોના વોરિયર્સ પોતાની માંગણીઓ નહીં સંતોષાતા વ્યથિત છે. તેમણે હડતાળ કરવા અંગેનું આવેદન પત્ર પણ પાઠવ્યું છે. જ્યારે કોરોનાના દર્દીઓમાં ધરખમ વધારો થયો ત્યારે આ ડોક્ટરોએ પોતાની હડતાળ પાછી ખેંચી લીધેલ છે. પરંતુ તેમ છતાં તેમના પ્રશ્નો અંગે કોઈ સંવેદનશિલતા દાખવી નહીં અને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ત્યારે અમે તેમની હડતાળને સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ.  કોરોનાના કપરા કાળમાં દર્દીઓને હોસ્પિટલમાં બેડ અને વેન્ટિલેટર સહિત ઓક્સિજનની સુવિધા મળતી નથી. હાલમાં કેસો વધી રહ્યાં હોવાથી તબીબો પણ દર્દીઓની સેવામાં રાત દિવસ લાગ્યાં છે. ત્યારે આ હડતાળથી દર્દીઓને ભારે હાલાંકી વેઠવાનો વારો આવશે. ડોક્ટરોની આ હડતાળમાં રાજ્યભરના આશરે 1700 ડોક્ટરોનું સંગઠન જોડાયેલું હોવાનું જાણવા મળ્યું છે. આ હડતાળમાં આવનાર દિવસોમાં અન્ય જુનિયર ડોક્ટરો પણ જોડાય તેવી શક્યતાઓ છે. અગાઉ જુનિયર ડોક્ટરોએ ધન્વંતરી હોસ્પિટલમાં નોકરી મામલે બબાલ કરી હતી પણ તેમને સમજાવવાથી માની ગયાં હતાં.  ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનમાં એડિશનલ સુપ્રિટેનડેન્ટ કક્ષાના, વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો દ્વારા પોતાની માગણીઓને લઈને બેઠકમાં યોજાઈ હતી. આ દરમિયાન ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, જુનિયર તબીબો હડતાલ પાડીને માંગણીઓ સંતોષી રહ્યા છે તેવા સંજોગોમાં અમે આજની બેઠકમાં શું નિર્ણય લઈશું તે તમે સમજી શકો છો. અમારા મુદ્દા ઉકેલ આવે તેવી અમને આશા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ગુજરાતમાંથી 1700 તબીબો દ્વારા બેઠક સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવી તો સ્થિતિ બગડી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધૈર્યરાજને મળી ગયું 16 કરોડ રૂપિયાનું ઇંજેક્શન, 10 દિવસમાં શરૂ શરૂ ઇંજેક્શનની અસર