Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Junagaમાં અજબ પ્રેમ કી ગજબ કહાની, યુવકે કિન્નર સાથે લગ્ન કર્યાં

Junagaમાં અજબ પ્રેમ કી ગજબ કહાની, યુવકે કિન્નર સાથે લગ્ન કર્યાં
, શુક્રવાર, 14 જુલાઈ 2017 (12:44 IST)
જૂનાગઢમાં આંઘળા પ્રેમની કહાણી જોવા મળી. એક સાધારણ કુટુંબના યુવકને કિન્નર સાથે પ્રેમ થયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં અસ્થિવિસર્જન માટે હરિદ્વાર ગયેલા યુવકે આ કિન્નર સાથે લગ્ન પણ કરી લીધા હોવાની ચર્ચાએ શહેરભારમાં જોર પકડ્યું છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરના વીર મેઘમાયા નગરના રાજુ સોલંકીના મકાનમાં પાંચેક કિન્નરો ભાડે રહે છે.

રાજુ સોલંકીનાં જણાવ્યા મુજબ, શહેરના મેઘાણી નગરમાં રહેતો અને કડીયાકામ કરતો 25 વર્ષિય યુવાન બાંધકામને લઇને વિસ્તારમાં આવતો-જતો હતો. જ્યાં તેની નજર મારા મકાનમાં ભાડે રહેતા એક કિન્નર સાથે મળી અને બે વર્ષમાં તેનો પ્રેમ વધુને વધુ ગાઢ થતો ગયો. એટલું જ નહીં બન્ને દુનિયાની પરવા છોડીને એકબીજાની સાથે રહેવા લાગ્યા. આશરે છ મહિના બાદ યુવકના પરિવારના એક સભ્યનું મૃત્યું થતા તેના અસ્થિ પધરાવવા હરિદ્વાર જવાનું થયું. યુવાને આ તક ઝડપી લીધી અને કિન્નર સહિત જૂનાગઢના એક ગોર મહારાજને પણ સાથે લીધા. હરિદ્વારમાં અસ્થિ વિસર્જન વિધી સંપન્ન કર્યા બાદ યુવાને કિન્નર સાથે ગંગા નદીના કિનારે જ લગ્ન પણ કરી લીધા. આ અનોખા લગ્નની ચર્ચા હાલ શહેરમાં જોરશોરથી ચાલી રહી છે. જો કે યુવકે ભરેલા આ પગલાંથી તેના પરિવારમાં રોષની લાગણી જોવા મળી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટ ઍરપોર્ટ પર વિમાન હાઇજેક થયું : દિલધડક દ્રશ્યો સર્જાયાં