Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભરતીઃ કોળી સમાજના આગેવાન અને ભાજપના પૂર્વ મંત્રી મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાયા

Joining Congress before elections: Koli Samaj leader and former BJP minister Manu Chavda joined Congress

વૃષીકા ભાવસાર

, બુધવાર, 19 ઑક્ટોબર 2022 (09:24 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસમાં કોળી સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મંત્રી મનુ ચાવડા  આજે વિધિગત રીતે કોંગ્રેસમાં જોડાયા ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્સર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ની ઉપસ્થિતિમાં 500 થી પણ વધારે સમર્થકો સાથે મનુ ચાવડાએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો.

કોંગ્રેસ પ્રવેશ સાથે જ મનુભાઈ ચાવડાને ગારીયાધાર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પણ માનવામાં આવી રહ્યા છે.અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી, ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ મનુભાઇ ચાવડા વિધિવત રીતે તેમના ટેકેદારો સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, રામકીશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા, અંબરીષ ડેર સહિતના પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

આજ જ્યારે નેતાઓ કોંગ્રેસ અને અન્ય પાર્ટીમાંથી સત્તાધારી પાર્ટી માં જોડાય છે. ત્યારે મનુભાઈ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાતા મનુભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે અત્યારે રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાવુ પસંદ કર્યું છે. હાલની સરકારમાં મોંઘવારીએ માઝા મૂકી છે. અને નાના અને મધ્યમ પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. યુવા બેરોજગારી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવે અને લોકો સારી આરોગ્ય સેવા, શિક્ષણ, મળી રહે તે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં થયું છે. અને તેવો પોતાની માતૃ સંસ્થામાં ફરી પરત આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali pujan vidhi - દિવાળીની પૂજા વિધિ, આ સરળ રીતે કરો