Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજયના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીની બદલીની ચર્ચાએ જોર પકડ્યું

રાજયના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીની બદલીની ચર્ચાએ જોર પકડ્યું
, મંગળવાર, 26 મે 2020 (19:33 IST)
ગુજરાતમાં જે રીતે કોરોના સતત આગળ વધી રહ્યો છે તેમાં હવે રાજય સરકારે અમદાવાદની ટીમ ફેરવ્યા બાદ હવે રાજયમાં એકંદરે જે રીતે કોરોનાને કંટ્રોલ કરવાનો છે તેમાં આરોગ્ય સચિવ જયંતિ રવીના સ્થાને વધુ કોઇ સિનિયર અધિકારીને કામગીરી સોંપાઇ શકે છે તેમ ગાંધીનગરમાં જોરદાર ચર્ચા છે કે ટુંક સમયમાં આ ટીમ બદલાશે. છેલ્લા બે દિવસથી જયંતિ રવી ડેઇલી બ્રિફીંગ કરવા આવતા નથી. તો બીજી તરફ મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે પણ તેનું બ્રિફીંગ બંધ કરી દીધુ છે. આજે આખો દિવસ સીએમ આવાસ ખાતે ઉચ્ચ અધિકારીઓની આવન-જાવન ચાલુ રહી છે અને સાંજ સુધીમાં કોઇ મહત્વપૂર્ણ નિર્ણય થાય તેવી શકયતા છે. ગઇકાલે અમદાવાદમાં 400થી વધુ કેસ નોંધાયા તે ચિંતાનો વિષય બની ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોગ્ય વિભાગમાં હવે કોઇ વધુ સક્ષમ અધિકારી ચાર્જ સંભાળે તેવી શકયતા નકારાતી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફર્જ નિભાના ભી હૈ ખુદા કી ઈબાદત: રુખસાનાબેને કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવી કરી ઈદની અનોખી ઉજવણી