Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગર:સજાતીય સંબંધમાં તરુણની હત્યા, બે મિત્રોએ જ અપહરણ કરી ઈન્જેક્શન આપી હત્યા નિપજાવી

same sax realation
, શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (21:04 IST)
same sax realation
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાંથી ગઈકાલે એક 16 વર્ષીય તરુણનું અપહરણ થયા બાદ આજે સુવરડા ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે.પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને મૃતકના બે મિત્રોની અટકાયત કરી લીધી છે. આરોપીઓએ સગીરનું તેના ઘર નજીકથી અપહરણ કરી સુવરડા ગામ નજીક ગળેટૂંપો અને ઈન્જેક્શન આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ લાશને સળગાવી નાખવાનો પ્રયાસ પણ કરાયો હતો.

મૃતક અને આરોપીઓ વચ્ચે સજાતીય સંબંધ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો અને ધોરણ 11માં અભ્યાસ કરતો સગીર ગઈકાલે સવારે પોતાની સ્કૂલે જવા નીકળ્યો હતો. સ્કૂલે ગયા બાદ સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેના માતાપિતાએ શોધખોળ હાથ ધરી હતી તેમ છતાં કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. તરુણના ઘર પાસેના સીસીટીવી ચેક કરતા તે તેના મિત્રની બાઈક પાછળ બેસીને જતો જોવા મળ્યો હતો. ગુરુવારે તરુણનું અપહરણ કરાયા બાદ આજે સવારે જામનગર નજીક આવેલા સુવરડા ગામની સીમમાંથી અપહત તરુણની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તરુણના બે મિત્ર શુભમ પરમાર અને કુશાલ બારોટની પૂછપરછ કરતા તે બંનેએ જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ સગીરને ગળેટૂંપો અને ઈન્જેક્શન આપી હત્યા કરી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે જ્વલનશીલ પ્રવાહી છાંટી લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે શુભમ અને કુશાલની અટકાયત કરી પૂછપરછ કરતા બંને આરોપીઓને મૃતક સગીર સાથે સજાતીય સંબંધ અને આકર્ષણ હતું. આ સંબંધમાં જ કોઈ વાદવિવાદના કારણે સગીરની હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs SA: - શું રોહિત-વિરાટનું T20 કરિયર ખતમ