Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવતીકાલ સુધી અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ

આવતીકાલ સુધી અમદાવાદ-બાંદ્રા વચ્ચે દોડશે જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ
, સોમવાર, 1 ઑગસ્ટ 2022 (11:00 IST)
રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે જામનગર-બાંદ્રા અને બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ જેને 2 ઓગસ્ટ, 2022 સુધી સુરેન્દ્રનગર-બાંદ્રા વચ્ચે દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી, તે હવે ટેકનિકલન કારણોસર અમદાવાદ-બાંદ્રા બાંદ્રા વચ્ચે ચલાવવામાં આવશે. વધુ વિગતો નીચે મુજબ છે.
 
• ટ્રેન નંબર 22923 બાંદ્રા - જામનગર હમસફર એક્સપ્રેસ ને તારીખ 28.07.2022, 30.07.2022 અને 01.08.2022 ના રોજ બાંદ્રા થી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 
• ટ્રેન નંબર 22924 જામનગર - બાંદ્રા હમસફર એક્સપ્રેસ ને તારીખ 29.07.2022, 31.07.2022 અને 02.08.2022 ના રોજ અમદાવાદ થી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતની પ્રાઇમરી સ્કૂલોમાં થશે 'ભારત માતા પૂજા'! એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના આદેશનો થઇ રહ્યો છે વિરોધ