Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

142મી જળયાત્રા નિમિત્તે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગંગાપૂજન કર્યું

142મી જળયાત્રા નિમિત્તે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગંગાપૂજન કર્યું
, સોમવાર, 17 જૂન 2019 (13:01 IST)
આજે ભગવાન જગન્નાથજીની 142મી પરંપરાગત રથયાત્રાનો પાવન પર્વ છે. આજે જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ રહેવા જશે. જગન્નાથજી મંદિરે જળયાત્રામાં 15 ગજરાજ,108 ધજા, 600 ધજા પતાકા, અખાડા, નૃત્યમંડળી તથા રાસમંડળી સાથે મંદિરેથી નીકળીને સાબરમતી નદીમાં સોમનાથ ભુદરના આરે જળ ભરવા માટે ગયા હતાં. સોમનાથ ભુદરના આરેથી 108 ધડામાં જળ ભરવામાં આવ્યાં હતાં. જ્યાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે સાબરમતીના કિનારે સોમનાથ ભુદરના આરે ગંગાપૂજન કર્યું હતું. 
webdunia

ત્યારબાદ 108 કળશ જળ ભર્યા બાદ ભગવાન જગન્નાથની ષોડસોપચાર પૂજન વિધી કરી મહાજલાઅભિષેક પણ કરવામાં આવ્યો છે.આ ગંગાપૂજન પર્વમાં જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજીએ આ ખાસ પૂજા કરાવી હતી. સાબરમતી નદીનાં કિનારે સોમનાથ ભુદરનાં આરેથી 108 ધડામાં જળ ભરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે.સવારે ગંગાપૂજન વિધિ પૂર્ણ કર્યા બાદ આ જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજીનો મહાજળાભિષેક કરવામાં આવ્યું હતું. 
webdunia

ભગવાનની ભવ્ય ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક બાદ ગજવેશ ધારણ કરાવવામાં આવશે. આખા વર્ષમાં આ એક જ દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવતો હોય છે. જે બહુ શુભ અને ભવ્ય હોય છે. ભગવાનના ગજવેશ દર્શન બાદ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ડોક્ટરોની હડતાળ, રાજકોટ સિવિલમાં OPD બંધ, સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર